BUSINESS : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર

0
13
meetarticle

વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધતા ભૌગોલિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 26 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ભારતમાં બજાર બંધ છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી બંને પોતપોતાની સર્વોચ્ચ સપાટી એટલે કે ‘ઓલટાઈમ હાઈ’ પર પહોંચી ગયા છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બજારમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે.

સોનામાં રેકોર્ડબ્રેક તેજી 

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે 1.62% નો ઉછાળો જોવા મળ્યો હતો. ઇતિહાસમાં પ્રથમવાર સોનું પ્રતિ ઔંસ $5,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયું છે. સમાચાર લખવા સુધીમાં સોનું પ્રતિ ઔંસ 5080 ડૉલરની નજીક પહોંચી ગયું હતું

ચાંદીમાં તોફાની ઉછાળો 

જ્યારે સોના કરતા પણ વધુ તેજી ચાંદીમાં જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 4.51% નો તોતિંગ વધારો થયો છે. સમાચાર લખવા સુધીમં ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં 109 ડૉલરને આંબી ગઇ હતી. આ સાથે એવી આશંકા છે કે હવે આવતીકાલે જ્યારે બજાર ખુલશે તો ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભડકો બોલાઈ શકે છે. બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ 91.65 પર પહોંચી ગઇ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here