BUSINESS : ઈટીએફમાંથી જંગી આઉટફલોને પરિણામે બિટકોઈનમાં મોટો ઘટાડો

0
100
meetarticle

ડેરિવેટિવ્ઝ પોઝિશન હળવી થવા ઉપરાંત મોટેપાયે લિક્વિડેશન આવતા શુક્રવારે ક્રિપ્ટોકરન્સી બજારમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ૧,૧૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૦૮૮૩૪  ડોલર અને ઉપરમાં ૧૧૧૭૮૧ ડોલર વચ્ચે અથડાઈ મોડી સાંજે ૧૦૮૯૪૫ ડોલર બોલાતો હતો. એથરમે પણ ૪૦૦૦ ડોલરની સપાટી ગુમાવી હતી. એથરમ નીચામાં ૩૮૩૪ ડોલર જોવા મળ્યો હતો અને મોડી સાંજે ૩૮૯૪ ડોલર મુકાતો હતો. 

ઊભરતી બજારોમાં ક્રિપ્ટોકરન્સીના વધુ પડતા સ્વીકારથી નાણાંકીય સાર્વભોમતા અને સ્થિતિસ્થાપકતા સામે જોખમ રહેલા હોવાના રેટિંગ એજન્સી મૂડી’સના મતને કારણે પણ બજારનું માનસ ખરડાયું હતું. 

 મુખ્ય ક્રિપ્ટો ઈટીએફસમાંથી જંગી આઉટફલોસને કારણે ભારે વેચવાલી આવી હતી જેને કારણે ભાવ પર દબાણ આવ્યું હતું. ભાવમાં ઘટાડાને કારણે અંદાજે ૧ અબજ ડોલરના લેણને ફરજિયાત લિક્વિડેટ કરાયું હતું.

ઈટીએફસમાંથી આઉટફલોસને જોતા સંસ્થાકીય રોકાણકારોનો ક્રિપ્ટોકરન્સીસમાં રસ ઘટી રહ્યાના સંકેત મળી રહ્યા છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઈટીએફસમાં ૨૫.૩૪ કરોડ ડોલરનો જ્યારે એથરમ ઈટીએફસમાં ૨૫.૧૨ કરોડ ડોલરનો આઉટફલોસ રહ્યો હતો. ઈટીએફસના જંગી આઉટફલોસને જોતા સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટોસમાં હળવા થઈ રહ્યાના સંકેત મળે છે, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું. 

ક્રિપ્ટોસનો વપરાશ બચતો તથા રેમિટેન્સથી પણ આગળ વધી જવાના કિસ્સામાં  જોરદાર જોખમો જોવા મળી શકે છે એમ  રેટિંગ એજન્સી મૂડી’સના રિપોર્ટમાં મત વ્યકત કરાયો હતો. 

ઊભરતી બજારોમાં ક્રિપ્ટોકરન્સીના વધુ પડતા સ્વીકારથી નાણાંકીય સાર્વભોમતા અને સ્થિતિસ્થાપકતા સામે પણ જોખમ રહેલા હોવાનું નોંધવામાં આવતા ખેલાડીઓનું માનસ ખરડાયું હતું. 

૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં ક્રિપ્ટો ધરાવનારાની સંખ્યા ૩૩ ટકા વધી ૫૬.૨૦ કરોડ પર પહોંચી ગયાનું મૂડી’સના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here