BUSINESS : એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ.1,29,392ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.470ની તેજી,ક્રૂડ તેલના વાયદામાં સુધારોઃ નેચરલ ગેસ, ઇલેક્ટ્રિસિટી, મેન્થા તેલમાં નરમાઇ

0
76
meetarticle

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.135292.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21068.73 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.114222.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25623 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1378.11 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17976.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109352ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109656 અને નીચામાં રૂ.109122ના મથાળે અથડાઈ, રૂ.108981ના આગલા બંધ સામે રૂ.470ની તેજી સાથે રૂ.109451 થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.345 વધી રૂ.87738 થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.50 વધી રૂ.10999ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.488 વધી રૂ.109358ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109479ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109752 અને નીચામાં રૂ.109328ના સ્તરને સ્પર્શી, રૂ.109097ના આગલા બંધ સામે રૂ.510 વધી રૂ.109607ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.127599ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.129392ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.127599ના મથાળે અથડાઈ, રૂ.126938ના આગલા બંધ સામે રૂ.2022ના ઉછાળા સાથે રૂ.128960 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2070 વધી રૂ.128814 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.2051 વધી રૂ.128785ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1858.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3886ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3911 અને નીચામાં રૂ.3873ના મથાળે અથડાઈ, રૂ.11 ઘટી રૂ.3900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5480ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5553 અને નીચામાં રૂ.5454ના મથાળે અથડાઈ, રૂ.5529ના આગલા બંધ સામે રૂ.15 વધી રૂ.5544ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.16 વધી રૂ.5547ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.8 ઘટી રૂ.256.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.7 ઘટી રૂ.257.1ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.974.4ના ભાવે ખૂલી, રૂ.2.3 ઘટી રૂ.972ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2567ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.2590ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22217 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 53867 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16829 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 224542 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22797 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20502 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44834 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 153594 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1455 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16953 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 43426 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25560 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 25680 પોઇન્ટના સ્તર અને નીચામાં 25560 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 154 પોઇન્ટ વધી 25623 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.5.8 વધી રૂ.67 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 ઘટી રૂ.9.3ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.153 વધી રૂ.949.5 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.754.5 વધી રૂ.2156 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.920ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.47 વધી રૂ.7.1ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.277.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 90 પૈસા વધી રૂ.3.69 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15.3 વધી રૂ.149.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.35 ઘટી રૂ.9.45 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.146 વધી રૂ.924ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.771 વધી રૂ.2028ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.3 ઘટી રૂ.70.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.9 વધી રૂ.11.95 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.109000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.252 ઘટી રૂ.986ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.696.5 ઘટી રૂ.980ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.5.57 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા વધી રૂ.3.21 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.2 ઘટી રૂ.71.7 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.11.95 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.109000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.266 ઘટી રૂ.1040 થયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.124000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.506.5 ઘટી રૂ.816.5ના ભાવે બોલાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here