BUSINESS : કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે

0
16
meetarticle

પશ્ચિમ એશિયામાં ભૌગોલિકરાજકીય અશાંતિને પરિણામે રૂપિયા પર આવેલા દબાણ તથા પ્લાસ્ટિકસ તથા પોલિમરના ભાવમાં આવેલા ઉછાળાને પગલે કન્ઝયૂમર ડયૂરેબલ્સ ઉત્પાદકો પર ખર્ચમાં વધારો થવા જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે.

દેશના મોટાભાગના એપ્લાયન્સ ઉત્પાદકોએ એસી, ફ્રીજ તથા વોશિંગ મસીનના ભાવમાં એપ્રિલથી વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આગામી મહિનાથી આ પ્રોડકટસના ભાવમાં ચારથી દસ ટકા જેટલો વધારો જોવા મળવા સંભવ છે. સામાન્ય રીતે ઊનાળાની મોસમમાં ફ્રીજ તથા એસીની માગમાં વધારો થતો હોય છે.

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે અને પૂરવઠા ખલેલથી પોલિપ્રોપિલિન, સ્ટ્રીન મોનોમર તથા એબીએસ જેવા પેટ્રોકેમિકલ્સ ડેરિવેટિવ્સના ભાવ ઊંચકાયા છે. આ ડેરિવેટિવ્સ એપ્લાયન્સિસના મુખ્ય કાચા માલ છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત ખર્ચ ઊંચે ગયા છે.ખર્ચમાં વધારામાંથી થોડીઘણી માત્રાને જ ઉત્પાદકો ગ્રહણ કરી શકે છે, બાકીનો હિસ્સો તેમણે ઉપભોગતા પર પસાર કરવાનું દબાણ રહે છે, એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.થોડા જ દિવસોમાં પોલિમરના ભાવમાં ૭૦ ટકાથી વધુનો વધારો અકલ્પનિય છે.  અગાઉથી થયેલા  કરારને કારણે ઘણી ઉત્પાદક કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવામાં અસમર્થ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here