BUSINESS : ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો

0
16
meetarticle

સોનાચાંદીના વિક્રમી ભાવને પરિણામે  ગોલ્ડ તથા સિલ્વર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારોના સહભાગમાં વધારો થઈ રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય એમ છે. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૫ પછીના પાંચ મહિનાના ગાળામાં  ગોલ્ડ ઈટીએફસના ફોલિઓની સંખ્યા ૮૦.૩૪ લાખ પરથી ૪૩  ટકા વધી ૧.૧૪ કરોડ થયો છે જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ આંક ૧૧.૩૧ લાખ પરથી ૩૨૩ ટકા વધી ૪૭.૮૫ લાખ રહ્યો છે. રોકાણકારોના ઈન્ફલોસને કારણે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસની એકંદર એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જાન્યુઆરીમાં રૂપિયા ૩ લાખ કરોડ વધી નવી ઊંચી સપાટીએ પહોંચી છે. 

ઓગસ્ટ ૨૦૨૫ના પાંચ મહિનામાં આ આંક રૂપિયા એક લાખ કરોડ પરથી વધી રૂપિયા ૩ લાખ કરોડ પહોંચી ગયો હતો. રોકાણકારોના વધી રહેલા રસને કારણે જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલોસનો આંક રૂપિયા ૨૪૦૩૯ કરોડ રહ્યો હતો જ્યારે સિલ્વર ઈટીએફસમાં આ આંક રૂપિયા ૯૪૬૩ કરોડ રહ્યો હતો.

ડિસેમ્બરમાં બન્ને ઈટીએફસનો સંયુકત આંક રૂપિયા ૧૫૬૦૯ કરોડ રહ્યો હતો.

ભારતીય ઈક્વિટીસમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી રોકાણકારો તેમના રોકાણનો કેટલોક હિસ્સો ગોલ્ડ તથા સિલ્વર જેવા સલામત રોકાણ તરફ વાળી રહ્યા છે.

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગમાં ગોલ્ડ ઈટીએફસનો ઈન્ફલોસ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસ કરતા પ્રથમ જ વખત વધુ જોવા મળ્યો હતો. ઈક્વિટી સ્કીમ્સમાં રૂપિયા ૨૪૦૨૯ કરોડ સામે ગોલ્ડ ઈટીએફસનો નેટ ઈન્ફલોસ રૂપિયા ૨૪૦૩૯ કરોડ રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here