છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી. આજે ચાંદીના ભાવ ફરી અઢી લાખ રૂપિયાને પાર જતાં રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

ચાંદીની કિંમતમાં ભારે તેજી
આજે MCX પર ચાંદીની કિંમત ફરી અઢી લાખ રૂપિયાને ઓપયર જતી રહી છે. આજે સવારે 10 વાગ્યે 1 કિલો ચાંદીની કિંમત 2,50,112 રૂપિયા હતી. ચાંદીની કિંમતમાં આશરે 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.
સોનું પણ ચમક્યું
સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. જોકે તે ચાંદી જેટલી નથી. આજે સોનાની કિંમતમાં 380 રૂપિયાનો વધારો નોંધાયો. સવારના સમયે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા થયો હતો. ચાંદીમાં ભારે તેજીના કારણો
વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં નિષ્ણાતોને આશંકા હતી કે સોનું અને ચાંદી બંનેમાં તેજી આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે સોનું અને ચાંદી પર વધારે ભરોસો કરશે. બીજી તરફ ચીને ચાંદીની નિકાસના નિયમો કડક કર્યા છે. જેના કારણે પણ ચાંદીની કિંમત પર અસર થઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે.

