મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે સોના- ચાંદીના ભાવ તૂટયા પછી નીચા મથાળેથી ધીમો સુધારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૪૧૫૫થી ૪૧૫૬ વાળા ગબડી નીચામાં ભાવ એક તબક્કે ૪૦૪૯થી ૪૦૫૦ ડોલર સુધી જતા રહ્યા હતા તથા ત્યારબાદ ભાવ ફરી વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૦૮૪થી ૪૦૮૫ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૪૨૯૪ વાળા નીચામાં ભાવ રૂ.૧૨૨૦૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૨૬૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૪૭૯૪ વાળા નીચામાં ભાવ રૂ.૧૨૨૫૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૩૧૦૦ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૧૫૯૩૬૭ વાળા નીચામાં ભાવ રૂ.૧૫૫૦૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૫૫૬૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૨.૩૭થી ૫૨.૩૮ વાળા નીચામાં ભાવ ૫૦.૪૪થી ૫૦.૪૫ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૫૦.૫૮થી ૫૦.૫૯ ડોલર રહ્યા હતા.પ્લેટીનમના વૈશ્વિક ભાવ ૧૫૪૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૦૧ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૨૯૨૦૦ વાળા રૂ.૧૨૬૯૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૯૫૦૦ વાળા રૂ.૧૨૭૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૬૩૦૦૦ વાળા રૂ.૧૫૭૦૦૦ છેલ્લે બોલાઈ રહ્યા હતા.
ટેરીફ વેલ્યુમાં સરકારે વૃધ્ધિ કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી છે. આવી ટેરીફ વેલ્યુ સોનામાં ડોલરના સંદર્ભમાં ૧૦ ગ્રામના ૧૨૮૫થી વધી ૧૩૫૦ ડોલર તથા ચાંદીમાં કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૫૫૬ વાળા ૧૭૩૯ ડોલર નક્કી કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા.
