BUSINESS : ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ

0
58
meetarticle

 મુંબઈ ઝવેરીબજારમાં   શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વબજાર પાછળ ભાવ ટોચ પરથી ઝડપી તૂટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ભાવ ઉંચેથી ઝડપી નીચા ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઉંચા મથાળે નવી માગ રુંધાતાં માનસ નફારૂપી વેંચવાનું રહ્યું હતું. 


અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૧૮૮૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૩૪થી ૪૩૩૫ ડોલરથી ઘટી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૨૯૯થી ૪૩૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૩ થઈ ૯૮.૩૮ના મથાળે છેલ્લે રહ્યો હતો. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૪.૩૫થી ૬૪.૩૬ ડોલરની ટોચ પરથી ઝડપી ગબડી છેલ્લે ભાવ ૬૧.૯૬થી ૬૧.૯૭ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૧૭૯ વાળા રૂ.૧૩૪૧૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૭૧૦ વાળા રૂ.૧૩૧૯૫૦ બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૫૧૮૦ વાળા રૂ.૧૮૮૫૦૦ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૩૮ વાળા વધી રૂ.૯૦.૫૨થી ૯૦.૫૩ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૪૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૯૪ ડોલર છેલ્લે બોલાતા થયાના હતા.

વિશ્વજારના સમાચાર મુજબ બ્રિટનમાં જીડીપીના આંકડા અપેક્ષાથન બળા આવતાં બ્રિટીશ પાઉન્ડ વિશ્વબજારમાં ડોલર સામે ઘટયો હતો જ્યારે ડોલર ઉચકાતાં સોનાના ભાવ પર ઉંચા મથાળે દબાણ વધ્યાના વાવડ મળ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૦.૮૧ થઈ ૬૧.૧૨ ડોલર છેલ્લે રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૭.૧૫ થઈ છેલ્લે ૫૭.૪૪ ડોલર રહ્યા હતા.ભારતમાં રશિયાના ક્રૂડતેલની ઈમ્પોર્ટ વધી નવેમ્બરમાં પાંચ મહિનાની ટોચે પહોંચી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here