BUSINESS : ચીને રેરઅર્થની નિકાસ પરના અંકૂશો આકરા બનાવતા ભારત માટે કપરી સ્થિતિ

0
41
meetarticle

રેર અર્થસ અને સંબંધિત ટેકનોલોજીઓની નિકાસ પરના અંકૂશોને ચીને વધુ સખત બનાવતા આધુનિક ટેકનોલોજીમાં સ્વાવલંબી બનવા માગતા ભારત જેવા દેશો માટે નવા પડકારો ઊભા થવાની શકયતા ઊભી થઈ છે. 

ચીનના આ નિર્ણયથી મહત્વના ખનિજ તત્વોની પૂરવઠા સાંકળ પર તેનો કબજો વધુ મજબૂત બનશે. 

ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારિત નિયમો હેઠળ અગાઉના અંકૂશો કાચા ખનિજ તત્વોથી પણ આગળ લઈ જવાયા છે. 

સુધારિત નિયમો મારફત પ્રોસેસિંગ ટેકનોલોજીઓ, સાધન અને ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને આવરી લેવાયા છે. આ ઉપરાંત વિદેશી ડિફેન્સ તથા સેમીકન્ડકટર સાધનો સાથે સંકળાયેલા પૂરવઠા પર પહેલી જ વખત સખત પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

વીજ વાહનો, રિન્યુએબલ ઊર્જા તથા સંરક્ષણ ક્ષેત્રો માટે જરૂરી એવા રેર અર્થસ કાચા માલ મેળવવાના ભારતના પ્રયાસો ચીનના આ પગલાંથી વધુ જટીલ બની ગયા છે. વિશ્વમાં માઈનિંગ થતા રેર અર્થસમાંથી ૬૦ ટકા પર ચીનનો અંકૂશ છે ત્યારે, તેના પર કોઈપણ પ્રકારના સખત અંકૂશની વિશ્વભરમાં અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશો જે ચીનના મેગ્નેટસ તથા સામગ્રી પર નિર્ભર રહે છે તેમને આવા અંકૂશોની વધુ ગંભીર અસર પડે છે. 

ચીનના રેર અર્થસ ધરાવતા હોય તેવા અથવા ચીનની મસીનરીના ઉપયોગ વડે બનેલા માલસામાનની નિકાસ માટે લાયસન્સ ફરજિયાત બનાવાયા છે. આ ઉપરાંત ચીનની કંપનીઓ   પર પરવાનગી  વગર વિદેશમાં સંયુકત સાહસના કરાર કરવા પર પણ મનાઈ મૂકવામાં આવી છે. 

હેવી રેર અર્થ મેગન્ટેસ વીજ મોટરો, રડાર સિસ્ટમ્સ અને વિન્ડ ટરબાઈન માટે આવશ્યક છે ત્યારે ભારત આ માલ મેળવવા વૈકલ્પિક સ્રોતો વિચારી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here