BUSINESS : જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો

0
13
meetarticle

જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે. છેલ્લા છ મહિનામાં દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોનું સંયુક્ત માર્કેટ કેપ રૂ. ૫.૭૫ લાખ કરોડ વધીને ૨૧.૩૫ લાખ કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ ૩૪ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સે માત્ર ૭ ટકાનું વળતર આપ્યું છે.

ક્રેડિટ ગ્રોથમાં સુધારો, ઘટતા એનપીએ અને રેકોર્ડ નફાને કારણે જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં એકતરફી વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં, બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. શેરભાવ લગભગ ૫૦ ટકા સુધી વધી ગયા છે.

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં પણ બમ્પર ૪૭ ટકાની તેજી હતી, જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ૪૨ ટકાનો વધારો થયો છે. કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના શેરમાં ૨૦થી ૪૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ તેમનો મજબૂત ક્રેડિટ ગ્રોથ છે. ત્રીજા ક્વાર્ટરમાં, જાહેર ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ વાર્ષિક ધોરણે ૧૪.૫ ટકાથી વધુ હતો. આ માંગનો મોટાભાગનો હિસ્સો એસએમઈ અને રિટેલ ધિરાણને આભારી હતો. તેની સરખામણીમાં, ખાનગી ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ ૧૨ ટકા કરતા ઓછો હતો. ત્રિમાસિક ધોરણે પણ જાહેર ક્ષેત્રની બેંકોનો લોન ગ્રોથ ૫.૫ ટકા હતો, જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોનો ગ્રોથ ૩.૫ ટકા સુધી મર્યાદિત હતો.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી બેંક અને સૌથી મોટી પીએસયુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેનું ક્રેડિટ ગ્રોથ ગાઇડન્સ વધારીને ૧૩-૧૫ ટકા કર્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્રે ૨૦ ટકા, યુકો બેંકે ૧૬.૭૪ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે ૨૪.૧૩ ટકા વૃદ્ધિ ગાઇડન્સ આપ્યું છે.

છેલ્લા બે ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંકોએ ક્રેડિટ ગ્રોથના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની બેંકોને પાછળ છોડી દીધી છે. મોટાભાગની પીએસયુ બેંકોએ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે તેમના અંદાજો વધાર્યા છે. પૂરતા મૂડી બફર અને મજબૂત ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો આ વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here