BUSINESS : તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે

0
42
meetarticle

પહેલી ફેબ્રુઆરીથી પાન મસાલા, ગુટકા અને તમાકુ તથા તમાકુની બનાવટો પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધીને ૪૦ ટકા કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકાર  તમાકુ, પાનમસાલા અને ગુટકા પર જીએસટીના વર્તમાન દર ઉપરાંત તેના પર વધારાની એક્સાઈઝ ડયૂટી અને હેલ્થ સેસ-આરોગ્ય ઉપકર લગાવવાનું નક્કી કરી દીધું છે. આ નવા વેરા પહેલી ફેબ્રુઆરીથી લાગી કરી દેવામાં આવશે.

નવી વ્યવસ્થા અમલમાં આવતા આરોગ્ય માટે હાનિકારક ગણાતા સિન ગુડ્સ પર લાગુ કરેલી કોમ્પેન્સેશન સેસ નાબૂદ થઈ જશે. તેને સ્થાને તમાકુ અને તમાકુની બનાવટો તથા પાનમસાલા-ગુટકા પર નવા જીએસટીના દર લાગુ પડશે. તેમ જ તમાકુ અને તમાકુની બનાવટ પર વધારાની એક્સાઈઝ લાગુ પડશે. તદુપરાંત પાન મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ પણ લાગુ પડશે.

સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ પાન મસાલા, સિગારેટ અને તમાકુ અને તેના જેવા અન્ય ઉત્પાદનો પર ૪૦ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવશે. જોકે બીડી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. નવા વેરા લાગુ પડતા સિગારેટની કિંમતમાં ૧૧ ટકાનો વધારો આવી જવાની સંભાવના છે. બીડી પરના જીએસટીના આ દર ચાલુ રહેશે, પરંતુ તેના પર નવા વેરાઓ લાગુ કરવામાં આવશે.

સરકારે ચાવવાની તમાકુ, સુગંધીદાર જરદા, ગુટકાના પેકિગ પર મશીનની દૈનિક  ઉત્પાદન ક્ષમતા એટલે કે એક દિવસની ઉત્પાદન ક્ષમતા પ્રમાણે આરોગ્ય ઉપકર- હેલ્થ સેસની વસૂલી કરવાની નવતર પદ્ધતિ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. તેના થકી થનારી આવક પણ દેશના અન્ય રાજ્યોને વહેંચવામાં આવશે. તેને માટે આરોગ્ય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને આરોગ્યને લગતી અન્ય યોજનાઓ હેઠળના કામ કરવામાં આવશે.

ચાવવાનીતમાકુ, ફિલ્ટર કરેલી ખૈની તથા જરદાની છૂટક વેચાણ કિંમતને આધારે તેમની પાસેથી એક્સાઈઝ ડયૂટી વસૂલવામાં આવશે. આ વ્યવસ્થા મુજબ ગુટકા પર ૯૧ ટકા, જરદા પર ૮૨ ટકા અને ચાવવાના તમાકુ પર ૮૨ ટકા એક્સાઈઝ ડયૂટી લગાવવામાં આવી છે. કંપનીની દૈનિક કે એક શિફ્ટની ઉત્પાદન ક્ષમતા પ્રમાણે વેરો વસૂલવાનું માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. 

આ વ્યવસ્થા અને નિયમો પહેલી ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવી જશે. આ ભંડોળનો ઉપયોગ પ્રજાના આરોગ્યની જાળવણી માટે કરવામાં આવશે.

એક હજાર સિગારેટના પેકેટ પર રૃા. ૨૦૫૦થી માંડીને રૃા. ૮૫૦૦ સુધીની એક્સાઈઝ વસૂલવામાં આવશે. એક્સાઈઝની થનારી આવકનો ઉપયોગ રાજ્યોને તેમના હિસ્સા પ્રમાણે વિતરીત કરી દેવામાં આવશે.ફાઈનાન્સ કમિશને કરેલી ભલામણ મુજબ એક્સાઈઝની આવક દરેક રાજ્યને સમ્યક પ્રમાણમં આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સાઈઝની આવકમાંથી કેન્દ્ર સરકારને પણ તેમનો હિસ્સો મળશે. જીએસટીના અમલ પછી રાજ્યોની ઘટતી આવકને સરભર કરી આપવા માટે લેવામાંઆવેલી રૂ. ૨૬૯ કરોડની લોનની ચૂકવણી ૩૧મી માર્ચ ૨૦૨૬ના પૂરી થઈ જશે.

જીએસટી કાઉન્સિલે પણ સપ્ટેમ્બર ૨૦૨૫માં સેસ અને એક્સાઈઝ લાગુ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. હુક્કા અને સિગાર પર પણ ૪૦ ટકા જીએસટી લાગુ પડશે. 

આ માટેનું બિલ  ડિસેમ્બરમાં સંસદમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. તેથી કોમ્પેન્સેશન સેસના વિકલ્પ અન્ય સેસ લાગુ કરવાના દરવાજા ખૂલી ગયા છે. પહેલી ફેબ્રુઆરીથી નવી લેવી-નવા વેરાઓ લાગુ પડી જશે તેવી જાહેરાત કરતું નોટિફિકેશન પણ સરકારે બહાર પાડી દીધું છે. પહેલી ફેબ્રુઆરીથી જ જીએસટી કોમ્પેન્સેશન સેસ લેવાનું બંધ કરી દેવામાં આવશે. તેમ જ જુદા જુદાં વેરા પણ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં જ આવી જશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here