મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જોકે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી ઘટયાના સમાચાર હતા છતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજી આગળ વધી હોવૌનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂ.૩૦૬૬૫૪, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૦૨૧૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૦૨૩૨૦ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં ૯૯૫ના રૂ.૧૪૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૦૦૦ બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૮૦૦૦૦નેૈ આંબી ગયા હતા. જો કે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૬૨૨થી ૪૬૨૩ ડોલરવાળા નીચામાં ભાવુ ૪૫૯૧ થઈ ૪૬૧૦થી ૪૬૧૧ ડોલર રહ્યા હતાવૈશ્વિક ચાંદીના ભાવ ૯૧.૪૮ વાળા આજે નીચામાં ૮૯.૫૩ થઈ ૯૦.૬૭થી ૯૦.૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૫૬ પૈસા વધી રૂ.૯૦.૮૬ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૪૧૧૫૦ થઈ રૂ.૧૪૧૦૨૬ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૪૧૭૧૭ થઈ રૂ.૧૪૧૫૯૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૮૨૭૨૦ થઈ રૂ.૨૮૧૮૯૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ વૃદ્ધી થઈ છે અને તેની અસર પણ ઝવેરી બજારો પર આજે દેખાઈ હતી. સોના માટે આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૪૦૫થી વધી ૧૪૮૩ ડોલર થઈ છે જ્યારે ચાંદીમાં આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૨૪૧૩થી વધી ૨૯૫૦ ડોલર થઈ હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા..દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૬૯ વાળા ઘટી ૨૩૨૩ થઈ ૨૩૩૭થી ૨૩૩૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૨૫ વાળા ઘટી ૧૭૩૭ થઈ ૧૭૫૭થી ૧૭૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૭ ટકા તૂટયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ જો કે આંચકા પચાવી આજે ફરી વધ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૬૫ થઈ ૬૪.૫૩ ડોલર રહ્યા હતા.

