BUSINESS : તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

0
37
meetarticle

 મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિક્રમી તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. વિશ્વ બજારના સમાચાર ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઘટતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં ભાવ જે ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૫૦૦ બોલાતાં નવો વિકર્મ સર્જાયો હતો.  અમદાવાદ ચાંદીના ભાવ આજે એક જ દિવસમાં ઝડપી રૂ.૧૧ હજાર ઉછળી રૂ.૨૩૩૦૦૦ બોલાઈ જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૭૯થી ૪૪૮૦ વાળા ઉંચામાં ભાવ ૪૫૩૧ થઈ ૪૫૧૩થી ૪૫૧૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૧.૮૭ વાળા વધી ૭૫.૬૩ થઈ ૭૪.૪૦થી ૭૪.૪૧ ડોલર રહ્યા હતા. સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં ફંડો એક્ટીવ હતા. વૈશ્વિક સ્તરે બજારોમાં હોલીડે મુડના પગલે વેપાર વોલ્યુમ ધીમું પડતાં પાતળી બજારોમાં સટ્ટાડિયાઓ પણ એક્ટીવ બન્યાની ચર્ચા બજારમાં  સંભળાઈ રહી હતી. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૭૪૦૪ તથા ૯૯૯ના રૂ.૧૩૭૯૫૬ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી આજે જીએસટી વગર રૂ.૨૩૨૧૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૨૨૮૧૦૭ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૫૬થી ૨૨૫૭ વાળા વધી ૨૪૫૮ થઈ ૨૩૮૧થી ૨૩૮૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૭૨૬થી ૧૭૨૭ વાળા વધી ૧૮૫૨ થઈ ૧૮૩૬થી ૧૮૩૭ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલ પણ ફરી વધ્યું હતું. 

બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ૬૨.૬૭ થઈ ૬૨.૨૯ ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ વધી ૫૮.૮૮ થઈ ૫૮.૪૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૭૮૦૭૮ થઈ છેલ્લે ભાવ રૂ.૭૬૯૧૧ રહ્યા હતા. આ ભાવ જીએસટી વગરના બોલાતા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here