દેશમાં હજારો પરિવારોની મહેનતની કમાણી આમ જ લાવારિશ પડી છે, જેનુ કોઇ ઓનર જ નથી. આ રકમ બેંકો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે, પરંતુ તેના અસલી હકદારોને આ વિશે કોઇ જાણકારી જ નથી.
દેશમાં કરોડો રૂપિયા એવા પડ્યા છે જેનું કોઇ માલિક એટલે કે ઓનર જ નથી. આ એ જ રકમ છે જે ક્યારેય કોઇના મહેનતની કમાણી હતી, પરંતુ આજે તે લાવારિસ પડી છે. બેંકોથી લઇને વિમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ સુધી હજારો ખાતામાં જમા આ પૈસા પોતાના સાચા હકદારોની રાહ જોઇ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે દેશભરમાં આશરે 80,000 કરોડ એવા પડ્યા છે, જેના પર આજ દિવસ સુધી કોઇએ કોઇ દાવો જ નથી કર્યો.
સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર અને સહજ મનીના સ્થાપક અભિષેક કુમારે સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો આંકડો શેર કર્યો છે. તેમણે એ જણાવ્યુ છે કે આ પૈસા એ લોકોના છે, જેના પરિવાર વાળાઓને આ વાતની જાણકારી જ નથી કે તેમના કોઇ પરિવારના સદસ્યોના નામ પર બેન્ક ખાતા, વિમા પોલીસી કે મ્યુચ્યુઅલ ફંડમાં રકમ જમા છે.

આ સમસ્યા પૈસાની કમીની નથી, પરંતુ જાણકારી અને કોમ્યુનિકેશનની કમીનું પરિણામ છે. અનેક વખત પરિવારના સદસ્યોને ખ્યાલ પણ નથી હોતો કે કોઇએ ક્યાં નિવેશ કર્યુ હતુ. કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારના તેના બેન્ક ખાતા, ફિક્સડ ડિપોઝીટ કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જાણકારી ન હોવાથી આ રકમ વર્ષો સુધી કોઇના હક વગરની પડી રહે છે.
ઘણી વખત લોકોની બેદરકારીને કારણે તેમના પૈસા ફસાઇ જાય છે. જેમકે જરૂરી કાગળનુ કામ કાજ પૂરૂં ન કરવુ અથવા બેંક ખાતા અને રોકાણમાં નોમિનીનું નામ ન જોડવું. ઉદાહરણ તરીકે એક મહિલાને ત્યારે ખબર પડે છે કે તેમના પતિના મ્યુચ્યુઅલ ફંડમાં 15 લાખ રૂપિયા જમા પડ્યા છે, જ્યારે તેમની પાસે રોકાણ રેકોર્ડ તૈયાર કરવામાં મદદ કરી. તો બીજી તરફ એક બીજા પરિવારને પોતાના બેંક ખાતા માંથી પૈસા નિકાળવામાં બે વર્ષ લાગી ગયા. માત્ર એટલા માટે કારણકે તેમના ખાતામાં નોમિનીનું નામ જ નહોતુ.
માત્ર વસિયતનામુ લેવુ પર્યાપ્ત નથી. વસિયત ત્યારે જ માન્ય થાય છે જ્યારે તે કાયદાકીય પ્રક્રિયા હેઠળ તૈયાર કરવામાં આવે. રોકાણ સલાહકારે સલાહ આપી કે વસિયત સાથે મેડિકલ સર્ટિફિકેટ, સાઇનના વીડિયો રેકોર્ડિગ અને પુરાવા કે દસ્તાવેજનું રજીસ્ટ્રેશન જરૂર કરાવો. જેથી પરિવારને બાદમાં પ્રોબ્લેમ ન થાય.

