BUSINESS : ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો

0
19
meetarticle

ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં સરેરાશ નેટ ઈન્ફલોસ બે અબજ ડોલર જેટલો રહ્યો હતો જેની સરખામણીએ ફેબુ્રઆરીનો ઈન્ફલોસ મંદ રહ્યો છે. 

૨૦૨૫માં માર્ચ તથા મેને બાદ કરતા દરેક મહિનાઓમાં ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનો ઈન્ફલો જોવા મળ્યો હતો. 

વર્તમાન વર્ષમાં એકંદર ઈન્ફલોસ ૩.૦૬ અબજ ડોલર રહ્યો છે જેને પરિણામે ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૨૦ અબજ ડોલરના આંક સુધી પહોંચી ગઈ છે. ૨૦૨૫માં એકંદર ઈન્ફલો ૪.૬૯ અબજ ડોલર રહ્યો હતો. 

ફેબુ્રઆરીમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલોસ મંદ પડયો હોવાનું કાઉન્સિલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. ઈન્ફલોસ ભલે મંદ પડયા હોય પરંતુ ભૌગોલિકરાજકીય અશાંતિને કારણે ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. ફેબુ્રઆરીમાં કુલ ગોલ્ડ હોલ્ડિંગ્સ ૨૬ ટન વધી ૪૧૭૧ ટન જેટલુ રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે.

સોનાના ઊંચા ભાવને કારણે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ વધી ૭૦૧ અબજ ડોલર સાથે વિક્રમી સપાટીએ જોવા મળી છે.

ઉત્તર અમેરિકામાં ઈન્ફલોસ જાન્યુઆરીની સરખામણીએ ૩૧ ટકા ઘટી ૪.૬૯ અબજ ડોલર રહ્યો છે જ્યારે યુરોપમાં ૧.૭૯ અબજ ડોલરનો આઉટફલોસ રહ્યો હતો. એશિયામાં ઈન્ફલોસ ૭૫.૬૦ ટકા ઘટી ૨.૩૫ અબજ ડોલર રહ્યો હતો. જે જાન્યુઆરીમાં ૯.૬૩ અબજ ડોલર જોવા મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here