BUSINESS : ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો

0
19
meetarticle

ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ફેબુ્રઆરીમાં ઈન્ફલો માસિક ધોરણે ૭૮ ટકા ઘટી રૂપિયા ૫૨૫૪ કરોડ રહ્યો હતો જે જાન્યુઆરીમાં રૂપિયા ૨૪૦૩૯ કરોડ જોવા મળ્યો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં રૂપિયા ૧૯૭૯ કરોડના ઈન્ફલોની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં ઈન્ફલો ૧૬૫ ટકા વધ્યો છે. સિલ્વર ઈટીએફસમાં રૂપિયા ૮૨૬ કરોડનો આઉટફલો રહ્યો હતો.

ગોલ્ડ ઈટીએફમાં પ્રવાહ ભલે ધીમો પડયો હોય પરંતુ રોકાણકારો હજુપણ ગોલ્ડમાં રોકાણ ચાલુ રાખી રહ્યા છે એમ પોઝિટિવ ઈન્ફલો પરથી કહી શકાય એમ છે. 

જાન્યુઆરીની સરખામણીએ ફેબુ્રઆરીમાં ઈન્ફલો ધીમો પડવાનું કારણ રોકાણકારોએ કદાચ નફો બુક કર્યો હોવો જોઈએ એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  રોકાણકારો પોતાના પોર્ટફોલિઓનું પણ સમયાંતરે રિબેલેન્સિંગ કરતા હોય છે. ગત મહિને દેશમાં ૨૫ ગોલ્ડ ઈટીએફસ કાર્યરત રહ્યા હતા. ગોલ્ડ ઈટીએફસની એકંદર એસેટ અન્ડર મેનેજમેન્ટ ગત મહિને સાધારણ ઘટી રૂપિયા ૧.૮૩ લાખ કરોડ રહી હતી. જે જાન્યુઆરીમાં રૂપિયા ૧.૮૪ લાખ કરોડ રહી હતી. 

ગોલ્ડની સરખામણીએ સિલ્વર ઈટીએફસમાં ગયા મહિને રૂપિયા ૮૨૬ કરોડનો આઉટફલોસ રહ્યો હતો. પ્રોફિટ બુકિંગને કારણે સિલ્વર ઈટીએફસમાં આઉટફલો રહ્યો હોવાનું માનવામાં આવે છે. 

છેલ્લા ૨૭ મહિનામાં સિલ્વર ઈટીએફસમાં પહેલી જ વખત નેટ આઉટફલોસ જોવા મળ્યો છે. રૂપિયા ૪૬૨૮ કરોડના ઈન્ફલો સામે રૂપિયા ૫૪૫૫ કરોડના આઉટફલો સાથે એકંદર નેટ આઉટફલો રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here