BUSINESS : બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી

0
47
meetarticle

ગયા સપ્તાહમાં ધબડકો બોલાઈ ગયા બાદ મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં નીચા મથાળે રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારો લેવાલી નીકળતા ભાવ વધી૧,૧૫, ૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો. ટ્રમ્પ દ્વારા ચીન પર ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરાયા બાદ ગયા સપ્તાહમાં બિટકોઈનમાં મોટી અફરાતફરી જોવા મળી હતી. 

ગયા સપ્તાહમાં બિટકોઈને ૧૨૬૧૯૮ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવ્યા બાદ જંગી જોરદાર ગબડી ૧,૧૧,૩૦૦ ડોલરની સપાટી પર આવી ગયો હતો. જંગી વેચવાલીને પરિણામે  રોકાણકારોની સંપતિમાં એક જ દિવસમાં ૧૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું જે ક્રિપ્ટો માર્કેટના ઈતિહાસમાં પ્રથમ જ વખત જોવા મળ્યું હતું. 

વર્તમાન સપ્તાહના પ્રારંભમાં  હમાસ દ્વારા ઈઝરાયલના કેટલાક બંધકોને છોડી મુકાયાના અહેવાલે યુદ્ધવિરામના સંકેત મજબૂત બન્યા હતા. આ ઉપરાંત વર્તમાન મહિનાના અંતે  અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતાએ પણ બિટકોઈનમાં નીચા મથાળેથી રિકવરી જોવા મળી છે.

ચીન ખાતેથી આયાત થતા કોઈપણ અને દરેક મહત્વના સોફટવેર પર ૧લી નવેમ્બરથી અમલી બને તે રીતે ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પે ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી. 

બિટકોઈનની પાછળ અન્ય મુખ્ય ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ઊંચકાયો હતો. એથરમનો ભાવ જે ગયા સપ્તાહમાં ઘટી ૩૭૯૮ ડોલર જોવાયો હતો તે ફરી પાછો વધી ૪૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો. 

અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વર્તમાન સપ્તાહમાં અપાનારી સ્પીચ પર પણ રોકાણકારોની નજર રહેલી છે. વ્યાજ દરમાં કપાત સંદર્ભમાં કોઈપણ હકારાત્મક સંકેત ક્રિપ્ટો કરન્સીસ માટે પોઝિટિવ બની રહેશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here