યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા છતાં વધુ ઘટાડાનો કોઈ સંકેત નહીં અપાતાં અને અમેરિકા તથા ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં બન્ને દેશોના પ્રમુખની મીટિંગ પોઝિટીવ રહી બન્ને દેશો રેર અર્થ સહિતમાં ટ્રેડ ડિલ કરતાં અને ટ્રમ્પે ચાઈના પરના ટેરિફને ૧૦ ટકા ઘટાડતાં પોઝિટીવ ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી આવી હતી. જો કે ભારતીય બજારોમાં આજે ફંડો, મહારથીઓએ કોર્પોરેટ પરિણામોની સીઝન અને ભારત તેમ જ અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલર ક્યારે અને કઈ શરતો પર થશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ સાવચેતીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું. ફંડોએ રિલાયન્સ ભારતી એરટેલ સહિતના ફ્રન્ટલાઈન શેરો અને ફાઈનાન્સ-બેંકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ફાર્મા, મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ મોટો ઘટાડો જોવાયો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૭૬.૦૫ પોઈન્ટ તૂટીને ૨૫૮૭૭.૮૫ અને સેન્સેક્સ ૫૯૨.૬૭ પોઈન્ટ તૂટીને ૮૪૪૦૪.૪૬ બંધ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૬૦ ઘટીને રૂ.૧૪૮૮.૪૫, ભારતી એરટેલ રૂ.૩૪.૩૫ ઘટીને રૂ.૨૦૬૬.૧૦ રહ્યા હતા.

બેંકેક્સ ૪૭૩ પોઈન્ટ ગબડયો : કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ, પિલાની ઈન્વે. ગબડયા : યશ બેંક, એચડીએફસી ,ઘટયા
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. યશ બેંક ૪૭ પૈસા ઘટીને રૂ.૨૨.૨૩, એચડીએફસી બેંક રૂ.૯.૮૦ ઘટીને રૂ.૯૯૮.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૭૨.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૫૫ ઘટીને રૂ.૮૦૧.૮૫, એક્સિસ બેંક રૂ.૯.૫૫ ઘટીને રૂ.૧૨૩૮.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૦ ઘટીને રૂ.૯૩૪.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૧૦ ઘટીને રૂ.૧૩૬૨.૪૫ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૮૦.૨૫ તૂટીને રૂ.૫૩૨૪.૭૫, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૯૯.૦૫ તૂટીને રૂ.૫૬૮૨.૧૫, સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૧.૮૪ ઘટીને રૂ.૩૭.૨૮, આઈડીબીઆઈ બેંક રૂ.૪.૦૨ ઘટીને રૂ.૯૭.૮૬, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૫૭૨.૧૦, અરિહંત કેપિટલ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૦૩.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૩.૩૨ પોઈન્ટ ગબડીને ૬૫૨૯૮.૧૨ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો વેચવાલ : ન્યુજેન, રામકો સિસ્ટમ, રેટગેઈન, કેપીઆઈટી, નેલ્કો ઘટયા
એનવિડીયા વિશ્વની પ્રથમ પાંચ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશનને પાર કરનાર કંપની બન્યા સાથે અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં રેકોર્ડ અવિરત તેજી સામે આઈટી ક્ષેત્રે ભારતીય કંપનીઓ માટે પડકારો વધવાની ધારણાએ ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીના નવા વેપારમાં સાવચેત બની પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ન્યુજેન રૂ.૨૬.૩૦ ઘટીને રૂ.૯૬૯.૬૫, રામકો સિસ્ટમ રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૬૨૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૯.૭૫ ઘટીને રૂ.૭૯૩.૬૦, રેટગેઈન રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૬૩૫.૩૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨૧.૫૫ ઘટીને રૂ.૧૧૭૨, ટેક મહિન્દ્રા રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૧૪૩૪, નેલ્કો રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૮૫૨.૩૦, ઈન્ફોસીસ રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૧૪૯૩.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૨.૨૦ પોઈન્ટ ઘટીને ૩૫૧૬૮.૮૮ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં સતત ઓફલોડિંગ : ટીઆઈ ઈન્ડિયા, બજાજ ઓટો, એમઆરએફ, મહિન્દ્રા, આઈશર ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં સતત બીજા દિવસે ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં રહેતાં ભાવો તૂટતાં જોવાયા હતા. ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૦ ઘટીને રૂ.૩૦૬૬.૩૦, બજાજ ઓટો રૂ.૧૧૬.૨૫ તૂટીને રૂ.૮૯૧૬.૫૦, એમઆરએફ રૂ.૧૭૧૧.૩૫ તૂટીને રૂ.૧,૫૮,૧૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૪.૫૫ ઘટીને રૂ.૩૫૦૦.૯૦, આઈશર મોટર્સ રૂ.૬૫.૬૫ ઘટીને રૂ.૬૮૮૮.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૫૫૧૦, બોશ રૂ.૧૩૬.૨૫ ઘટીને રૂ.૩૭,૨૪૪.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૭.૫૫ પોઈન્ટ ઘટીને ૫૯૯૨૦.૭૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડો હળવા થયા : ડો.રેડ્ડીઝ રૂ.૫૦ તૂટયો : ગુફિક બાયો, સિપ્લા, શેલબી, જયુબિલન્ટ ઘટયા
અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની તૈયારી થઈ રહ્યાના ટ્રમ્પના દાવા વચ્ચે ફાર્મા શેરોમાં તેજી બાદ આજે ફરી કોર્પોરેટ પરિણામો પાછળ ફંડો વેચવાલ બન્યા હતા.ડો.રેડ્ડીઝ લેબ. રૂ.૫૦.૪૫ તૂટીને રૂ.૧૨૦૨.૧૫, ગુફિક બાયો રૂ.૯ ઘટીને રૂ.૩૨૩.૮૫, સિપ્લાના ગ્લોબલ સીઈઓ અને મેનેજિંગ ડિરેકટર ઉમંદ વોહરાની નિવૃતિ વચ્ચે શેર રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૧૫૪૦.૫૦, હેલ્થકેર ગ્લોબલ રૂ.૧૯ ઘટીને રૂ.૭૫૮.૫૫, શેલબી રૂ.૪ ઘટીને રૂ.૨૪૧.૨૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૧૧૧૮, સિન્જેન રૂ.૮.૬૫ ઘટીને રૂ.૬૫૦.૪૫, નોવાર્ટિસ રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૮૬૨.૪૫, ફોર્ટિસ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૧૦૪૩, વોખાર્ટ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૧૨૯૨, ગ્લેક્સો ફાર્મા રૂ.૨૮.૯૫ ઘટીને રૂ.૨૬૧૩ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૦૧.૭૨ પોઈન્ટ ઘટીને ૪૪૮૬૮.૩૬ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજીને વિરામ : જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨ ઘટયો : સેઈલ, વેદાન્તામાં ફંડો વેચવાલ
લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવોમાં પાછલા દિવસોમાં સતત તેજીના પગલે મેટલ શેરોમાં મજબૂતી જોવાયા બાદ આજે તેજીને વિરામ અપાયો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૭૮૨, સેઈલ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૩૭.૦૫, વેદાન્તા રૂ.૯.૬૦ ઘટીને રૂ.૫૦૬.૯૦, એપીએલ અપોલો રૂ.૨૭.૪૫ ઘટીને રૂ.૧૭૭૯.૨૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૮૦ ઘટીને રૂ.૪૭૭.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૬૯.૯૬ પોઈન્ટ ઘટીને ૩૫૫૩૬.૭૧ બંધ રહ્યો હતો.
લાર્સન એન્ડ ટુબ્રો સારા પરિણામે વધ્યો : ચેન્નઈ પેટ્રો., પોલીસીબઝાર, ભેલ, ન્યુલેન્ડ લેબ., એબી કેપિટલ વધ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં કંપની પરિણામોમાં લાર્સન એન્ડ ટુબ્રોનો ત્રિમાસિક નફો ૧૬ ટકા વધતાં અને સારી ઓર્ડર બુકે શેર રૂ.૩૬.૧૦ વધીને રૂ.૩૯૮૭.૮૦ રહ્યો હતો. ભેલ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૨૬૧.૨૫, ચેન્નઈ પેટ્રો રૂ.૭૪.૭૦ વધીને રૂ.૮૮૪.૫૦, પોલીસીબઝાર રૂ.૧૨૦.૧૦ વધીને રૂ.૧૮૪૩, ન્યુલેન્ડ લેબ. રૂ.૭૯૪.૪૦ વધીને રૂ.૧૬,૧૬૮.૮૦, એબી કેપિટલ રૂ.૧૬ વધીને રૂ.૩૨૬.૭૦,એમટાર ટેક રૂ.૧૧૧.૫૦ વધીને રૂ.૨૪૬૬.૪૫, એનએલસી ઈન્ડિયા રૂ.૧૧.૮૫ વધીને રૂ.૨૬૩.૮૫ રહ્યા હતા.
સાવચેતીમાં ફરી ફંડો, ખેલંદાઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલ બન્યા : ૨૨૯૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી કડાકા સાથે ફંડો, ખેલંદાઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં નવી ખરીદીમાં સાવચેત બની જતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૭૬ અને ઘટનારની સંખ્યા ૨૨૯૧ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૯૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૩૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે વેચવાલીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

