BUSINESS : બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી

0
13
meetarticle

 જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓ પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન બે આંકડામાં લોન વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે થાપણ વૃદ્ધિ ધીમી પડી છે. 

પંજાબ નેશનલ બેંક દ્વારા લોન વાર્ષિક ધોરણે ૧૨.૧૭ ટકા વધીને રૂા. ૧૧.૯૬ લાખ કરોડ થઈ, જ્યારે થાપણો વાર્ષિક ધોરણે ૯.૧૪ ટકા વધીને લગભગ રૂા. ૧૬.૫ લાખ કરોડ થઈ હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની લોન વાર્ષિક ધોરણે ૧૮.૯ ટકા વધીને રૂા. ૩.૪૫ લાખ કરોડ થઈ હતી, જ્યારે થાપણો ૧૩.૪ ટકા વધીને રૂા. ૪.૬૮ લાખ કરોડ થઈ છે. 

૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા સીએસબી બેંકની લોન ૨૭ ટકા વધીને રૂ. ૪૦,૩૬૪ કરોડ થઈ હતી. આમાંથી, સોનાના દાગીના સામેની લોન વાર્ષિક ધોરણે ૫૩ ટકા વધીને રૂ. ૨૧,૫૬૭ કરોડ થઈ હતી. સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી) માં પણ લોન વૃદ્ધિ થાપણો કરતાં વધુ જોવા મળી છે. 

ઉજ્જિવન એસએફબીની લોન વાર્ષિક ધોરણે ૨૬.૬ ટકા વધીને રૂ. ૪૦,૬૫૫ કરોડ થઈ, અને થાપણો ૨૧.૩ ટકા વધીને રૂ. ૪૫,૬૬૧ કરોડ થઈ હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here