BUSINESS : બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો

0
15
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે ભાવમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. જો કે નવી માગ ધીમી રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૦૧થી ૪૪૦૨ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૨ થઈ ૪૫૫૪થી ૪૫૫૫ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫ હજાર ઉછળ્યા હતા. બે દિવસમાં સોનાના ભાવ રૂ.૯૫૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૩૦ હજાર વધી ગયા હતા.  અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૪૫૦૦૦  બોલાયા હતા. સોનાના ભાવ બે દિવસમાં રૂ.૯૫૦૦ તથા ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૩૦ હજાર ઉછળ્યા છે.  દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંસના ૬૯.૧૦થી વધી ૭૪.૫૬ ડોલર થઈ ૭૨.૬૬થી ૭૨.૬૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૬૦૦૦ તથા ચાંદીના ભાવ વધુ રૂ.૧૦ હજાર વધ્યા હતા  મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૫૬૨૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૨૦૫ જીએસટી વગર રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૩૪૮૧૪ રહ્યા હતા.મુંબઈ પ્લટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૬૩૮૨૫ રહ્યા હતા.

અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની વાતો ચગતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઝડપી નીચા આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે ઉંચામાં ૧૦૪ ડોલર ઉપર ગયા હતા તે આજે નીચામાં ૯૭.૧૫ થઈ ૯૮.૬૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડ તૂટી નીચામાં ૮૬.૪૬ થઈ ૮૮.૧૪ ડોલર રહ્યું હતું. મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૯૪.૦૪થી ૯૪.૦૫ બોલાઈ રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here