BUSINESS : યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી

0
15
meetarticle

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને તેનાથી સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં આજે એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ચાંદીમાં ભારે તેજી

વાયદા બજારમાં MCX પર ચાંદીના ભાવમાં આજે એકઝાટકે ₹10,056નો તોતિંગ વધારો થયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,82,644 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ ઉછળીને ₹2,92,700ની સપાટીએ પહોંચી ગયા હતા.

સોનામાં 5000થી વધુનો ઉછાળો

સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,62,104 હતો, જે આજે વધીને ₹1,67,915ના સ્તરે ખૂલ્યો છે, આમ સોનામાં પ્રતિ દસ ગ્રામ ₹5,811નો જંગી ઉછાળો નોંધાયો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો 

યુદ્ધની આ સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર મોંઘવારી પર પડી શકે છે. શેરબજારમાં રોકાણકારોના નાણાં ધોવાઈ રહ્યા હોવાથી તેઓ સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here