BUSINESS : યુરીઆની અછત હળવી બની રહ્યાના સંકેતો

0
11
meetarticle

દેશમાં રવિ મોસમનાં વાવેતરમાં તાજેતરમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. રવિ પાક માટે વિવિધ કૃષી ચીજોના વાવેતરના વિસ્તારમાં વૃદ્ધી જોવા મળી છે. જો કે દેશમાં આ પૂર્વે ખરીફ મોસમમાં યુરીઆની અછતની ફરિયાદો દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતોમાંથી મળી હતી અને ત્યારબાદ રવિ મોસમમાં પણ યુરીયાની શોર્ટ સપ્લાયની વાતો કૃષી બજારો તથા કૃષી જગતમાં સંભળાતી રહી છે.  જોકે હવે નવા વર્ષના આરંભ સાથે કૃષી ક્ષેત્રમાં યુરીયાની અછત હળવી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.

જાન્યુઆરીના આરંભમાં યુરીઆનો સ્ટોક આશરે ૩૮થી ૩૯ લાખ ટનનો સિલ્લક મનાઈ રહ્યો હતો  સામે યુરીઆની માગ ૩૨થી ૩૩ લાખ ટન આસપાસ અંદાજાઈ હતી. આ જોતાં યુરીઆમાં સપ્લાય ડેફીસીટના બદલે સપ્લાય સરપ્લસની સ્થિતિ સામે આવી હોવાના સંકેતો મળ્યા હતા. જો કે દેશમાં રવિ મોસમનું વાવેતર હવે પૂરું થવા આવ્યું છે ત્યારે યુરીઆની અછત હળવી થઈ રહી છે એ રીતે કૃષી બજારોમાં ખાસ્સી ચર્ચા પણ જાગી છે. ખેડૂતોને જ્યારે વાવેતર વખતે જરૂર હતી ત્યારે યુરીઆની  અછતનો સામનો કરવો પડ્યો હતો અને હવે જ્યારે વાવેત,રની મોસમ પુરી થઈ રહી છે  ત્યારે યુરીઆની સપ્લાય વધી છે એ વાત વિસંગત જણાઈ રહી હોવાનું કૃષી તજજ્ઞાોએ જણાવ્ય હતું.  ઘરઆંગણે તાજેતરમાં યુરીઆનું ઉત્પાદન વધ્યું છે તથા યુરીઆની ઈમ્પોર્ટ પણ વધ્યાના વાવડ મળ્યા હતા.  દરમિયાન, જાન્યુઆરીના આરંભમાં ડાય-એમોનિયમ ફોસ્ફેટ ડીએપીનો સ્ટોક આશરે ૧૭થી ૧૮ લાખ ટનનો તથા મ્યુરીએટ ઓફ પોટાશ એમઓપીનો સ્ટોક આશરે ૬થી ૭ લાખ ટનનો અને એનપીકે ન્યુટ્રીઅન્ટ કોમ્પ્લેક્સનો સ્ટોક આશરે ૩૫થી ૩૬ લાખ ટનનો તથા સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપીનો સ્ટોક આશરે ૧૮થી ૧૯ લાખ ટનનો અંદાજાયો હતો. દરમિયાન, જાન્યુઆરીમાં ડીએપીની માંગ આશરે ૪થી ૫ લ ાખ ટન તથા એમઓપીની માગ આશરે ૨થી ૩ લાખ ટનની તથા કોમ્પ્લેક્સ ખાતરની માગ આશરે ૧૧થી ૧૨ લાખ ટનની તથા એસએસપીની માગ આશરે ૩થી ૪ લાખ ટનની મનાઈ છે. દેશ માં રવિ મોસમની પરંપરા જોઈએ તો નવેમ્બર તથા ડિસેમ્બરના મહિનાઓ વિવિધ ફર્ટીલાઈઝર્સની માગ માટે શ્રેષ્ઠ મહિનાઓ ગણાય છે તથા આ બે મહિનામાં વિવિધ ખાતરોની ઉપલબ્ધતાના આધારે રવિ પાકના ઉત્પાદનનું પ્રમાણ નક્કી થતું હોય છે.દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો ડીએપી તથા એસએસપી ફર્ટીલાઈઝર્સના બદલે કોમ્પ્લેક્સ ફર્ટીલાઈઝર્સ તરફ વળે એ માટે સરકાર પ્રયત્નો કરી રહી છે તથા જો આમ થશે તો દેશમાં ખેતીલાયક જમીનની ફળદ્રુપતા  વધશે ઉપરાંત દેશમાં ફોસ્ફેટીક ખાતરોની થતી ઈમ્પોર્ટ પણ ઘટાડી શકાશે એવું આ સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં  ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બરના નવ મહિનાના ગાળામાં ડીએપીના ઈમ્પોર્ટમાં ૫૪થી ૫૫ ટકાની વૃદ્ધી થઈ છે તથા આ ગાળામાં આવી આયાત વધી ૫૫થી ૫૬ લાખ ટન નોંધાઈ છે. આની સામે  દેશમાં બનતા ડીએપીની માગ-વેચાણ આ ગાળામાં સાધારણ પીછેહટ બતાવતું હતું. આ ગાળામાં દેશમાં યુરીઆની ઈમ્પોર્ટમાં આશરે ૧૧૮થી ૧૨૦ ટકાની વૃદ્ધી થઈ હતી તેમ છતાં ઘરઆંગણે યુરીઆની અછતની ફરિયાદો ખેડૂત વર્ગમાંથી દેશવ્યાપી ધોરણે આવતી રહી હતી.  દરમિયાન, ભારતમાં એમઓપીનું સ્થાનિક ઉત્પાદન થતું ન હોવાથી એમઓપીની કુલ માગ આપણે તેની આયાત કરીને સંતોષીએ છીએ એવું કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here