BUSINESS : રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી

0
56
meetarticle

અમેરિકામાં શટ ડાઉન લાંબુ ચાલવાના સંકેત, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર તાણમાં વધારો, ડોલરમાં નબળાઈ તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધી રહેલી શકયતાને પરિણામે  વિશ્વ બજારમાં સોનાચાંદીએ નવા વિક્રમી ભાવ દર્શાવ્યા હતા અને તેજીની આગેકૂચ જારી રહી હતી. 

સોનાએ ૪૨૦૦ ડોલરની સપાટી પાર કરી હતી જ્યારે ચાંદી ૫૩ ડોલરને આંબીને  પાછી ફરી  હતી. ઘરઆંગણે ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈને પરિણામે સોનાના ભાવ ઊંચા મથાળે સ્થિર રહેવા પામ્યા હતા. જો કે મુંબઈ ચાંદી  રૂપિયા ૪૦૦૦ તૂટી હતી.  વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુમાં સુધારો આગળ ધપ્યો હતો. અનિશ્ચિત આર્થિક વાતાવરણ વચ્ચે ક્રુડ તેલમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું.  ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૬,૭૧૪ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૩૦,૫૧૫ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૬,૨૦૭ મુકાતા હતા.  જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ મંગળવારની સરખામણીએ રૂપિયા ૪૦૦૦ તૂટી રૂપિયા ૧,૭૪,૦૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ચાંદી રૂપિયા ૧,૭૯,૨૨૦ કવોટ થતી હતી.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ  ગ્રામ રૂપિયા ૧,૩૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૩૧,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૮૦,૦૦૦ સ્થિર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૪૨૧૮ ડોલર અને નીચામાં ૪૧૪૦ ડોલર થઈ મોડી સાંજે ૪૧૯૦ ડોલર કવોટ થતું હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૫૩.૦૯ ડોલર અને નીચામાં ૫૧.૩૯ ડોલર થઈ મોડી સાંજે ૫૨.૫૮ ડોલર મુકાતી હતી. 

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૫૭ ડોલર અને પેલેડિયમ  પ્રતિ ઔંસ ૧૫૪૫ ડોલર મુકાતુ હતું.  ચીન દ્વારા અમેરિકાના સોયાબીનની ખરીદી અટકાવી દેવાયા બાદ ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકા દ્વારા ચીનને અપાયેલી ચીમકીથી બન્ને દેશો વચ્ચે વેપાર તાણ વધવાના સંકેત મળી રહ્યા છે, જેને પરિણામે સોનામાં સેફહેવન માગ વધી છે. આ ઉપરાંત અન્ય પરિબળો પણ કામ કરી રહ્યા છે. 

ચીન તથા અમેરિકા વચ્ચેની વેપાર તાણથી માગ ઘટવાની શકયતા  તથા વધુ પડતા પૂરવઠાની ચિંતાએ ક્રુડ તેલમાં ભાવ સ્થિર રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૯.૧૩  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૩ ડોલરની અંદર રહીને પ્રતિ બેરલ ૬૨.૭૯ડોલર મુકાતું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here