BUSINESS : રૂ. 28 લાખ કરોડના મૂલ્યના કુલ 21.6 અબજ વ્યવહારોનો નવો કીર્તિમાન

0
48
meetarticle

ભારતનું અર્થતંત્ર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે અને બહાર આવી રહેલા દરેક આંકડા વિકાસની હરણફાળ ગતિનું પ્રતિબિંબ બની રહ્યાં છે.

દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુપીઆઈ સિસ્ટમમાં ડિસેમ્બરમાં ફરી નવેમ્બરની સુસ્તી બાદ શાનદાર રિકવરી જોવા મળી છે. નવેમ્બરમાં સામાન્ય ઘટાડા પછી ડિસેમ્બરમાં યુપીઆઈ વ્યવહારો અને તેનું કુલ મૂલ્ય વધ્યું છે અને નવા રેકોર્ડ સ્થાપિત થયા છે. વર્ષના અંતિમ મહિનામાં ખર્ચમાં વધારો થવાથી ડિજિટલ પેમેન્ટો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ડેટા અનુસાર ડિસેમ્બરમાં યુપીઆઈ દ્વારા ૨૧.૬ અબજથી વધુ ટ્રાન્ઝેકશનો થયા છે. માત્ર કુલ વ્યવહારો જ નહિ પરંતુ આ ટ્રાન્ઝેકશનોનું કુલ મૂલ્ય પણ લગભગ રૂ. ૨૮ લાખ કરોડના રેકોર્ડ લેવલે પહોંચ્યું છે.

નવેમ્બરમાં કુલ ૨૦.૪૭ અબજ વ્યવહારોમાં રૂ. ૨૬.૩૨ લાખ કરોડના વ્યવહારો થયા હતા જેની સામે વર્ષના છેલ્લા મહિને ૨૧.૬૩ અબજ વ્યવહારોમાં ૨૭.૯૭ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા છે. ૬૮.૨ કરોડ વ્યવહારો પ્રતિ દિવસ થતા જે હવે વધીને ૬૯.૮ કરોડ થવા લાગ્યા છે.

ડિસેમ્બરમાં યુપીઆઈ ડેટામાં ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ તહેવારો અને નવા વર્ષની તૈયારીઓ હતી. ક્રિસમસ અને નવા વર્ષના વેચાણ, મુસાફરી, બુકિંગ, હોટલ, ઓનલાઈન શોપિંગ અને રિટેલ ખર્ચમાં વધારો દર્શાવતા આ આંકડા છે. લોકોએ રોકડ કરતાં ડિજિટલ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને તેના કારણે જ યુપીઆઈ વપરાશમાં ઝડપી વધારો થયો છે.

યુપીઆઈ ઉપરાંત આઈએમપીએસ અને ફાસ્ટેગ જેવી ડિજિટલ પેમેન્ટ પ્રણાલીઓમાં પણ ડિસેમ્બરમાં સુધારો જોવા મળ્યો છે. આઈએમપીએસ ટ્રાન્ઝેકશનોની સંખ્યા અને મૂલ્ય બંનેમાં વધારો થયો છે, જ્યારે ફાસ્ટેગનો ઉપયોગ પણ વધ્યો છે. જોકે આધાર-આધારિત ચુકવણી પ્રણાલીઓમાં થોડો ઘટાડો જોવા મળ્યો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here