વૈશ્વિક મોરચે ઈઝરાયેલના માર્યા ગયેલા નાગરિકોના મૃતદેહને સોંપવાના હમાસના ઈન્કારને લઈ ઈઝરાયેલના રાષ્ટ્રપ્રમુખ નેત્યાન્યાહુએ ગાઝા પર ફરી હુમલા શરૂ કરાવતાં જીઓપોલિટીકલ ટેન્શન વધતા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મળનારી મીટિંગને લઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સામે ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરીને ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ શક્ય હોવાના આપેલા સંકેતે આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ ફરી તોફાની તેજી કરી હતી. પાવર, કેપિટલ ગુડઝ શેરો, ઓઈલ-ગેસ, મેટલ, માઈનીંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં મોટી ખરીદી કરતાં નિફટીએ ફરી ૨૬૦૦૦ની સપાટી પાર કરી હતી. જ્યારે સેન્સેક્સ પણ ૮૫૦૦૦ની સપાટી કુદાવી ગયો હતો. કોર્પોરેટ પરિણામોના આકર્ષણે પણ પસંદગીની ખરીદી રહી હતી. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આજે ઉપરમાં ૨૬૦૯૭.૮૫ સુધી જઈ અંતે ૧૧૭.૭૦ પોઈન્ટ વધીને ૨૬૦૫૩.૯૦ અને સેન્સેક્સ ૮૫૦૦૦ની સપાટી ઈન્ટ્રા-ડે કુદાવી ૮૫૧૦૫.૮૩ સુધી જઈ અંતે ૩૬૮.૯૭ પોઈન્ટ વધીને ૮૪૯૯૭.૧૩ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૦૦ પોઈન્ટ ઉછળ્યો : અપાર ઈન્ડ., અદાણી ગ્રીન, ટાટા પાવર, સીજી પાવરમાં તેજી
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ તેજીનો નવો રાઉન્ડ શરૂ કરી ફરી તોફાની તેજી કરી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૪૯.૭૫ ઉછળીને રૂ.૯૪૪૯.૧૦, સીજી પાવર રૂ.૨૬.૧૫ વધીને રૂ.૭૪૮.૭૦, અદાણી ગ્રીન રૂ.૧૦૮.૫૦ વધીને રૂ.૧૧૧૩.૦૫, ટાટા પાવર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૪૧૦.૫૦, ટોરન્ટ પાવર રૂ.૩૬.૦૫ વધીને રૂ.૧૩૧૪.૪૫, એનટીપીસી રૂ.૮.૮૫ વધીને રૂ.૩૪૭.૯૦, પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૭.૪૫ વધીને રૂ.૨૯૫.૮૫, સુઝલોન રૂ.૧.૯૫ વધીને રૂ.૫૮.૧૯, ભેલ રૂ.૮.૨૦ વધીને રૂ.૨૪૫.૫૫, પોલીકેબ રૂ.૨૨૯.૪૦ વધીને રૂ.૭૭૩૩.૧૦, પાવર ઈન્ડિયા રૂ.૫૦૯.૪૦ વધીને રૂ.૧૭,૪૮૧.૭૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૯૩૨.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૧૪.૧૫ વધીને રૂ.૫૨૯૦.૫૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૧.૬૫ વધીને રૂ.૪૩૫૮.૪૫, ગ્રાઈન્ડવેલ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૭૨.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૦૦.૧૩ પોઈન્ટ ઉછળીને ૭૦૦૨૧.૬૯ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સતત તેજી : સેઈલ, એનએમડીસી, વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક, જેએસડબલ્યુ સ્ટીલ ઉંચકાયા
લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલ-ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવોમાં સતત તેજી સાથે ફરી વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો વધી આવતાં ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં સતત ખરીદી કરી હતી. સેઈલ રૂ.૮.૨૦ વધીને રૂ.૧૪૦.૫૦, વેદાન્તા રૂ.૧૩.૯૦ વધીને રૂ.૫૧૬.૫૦, એનએમડીસી રૂ.૨.૦૫ વધીને રૂ.૭૬.૬૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૧૦ વધીને રૂ.૪૮૩.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૨૦૮.૫૦, ટાટા સ્ટીલ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૮૫.૧૫, એપીએલ અપોલો રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૮૦૬.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૮૮.૮૪ પોઈન્ટ ઉછળીને ૩૫૭૦૬.૬૭ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ ઈન્ડેક્સની ૭૦૯ પોઈન્ટની છલાંગ : આઈઓસી, એચપીસીએલ, ગેઈલ, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ મજબૂત રહ્યા હતા. બ્રેન્ટ ૨૯ સેન્ટ વધીને ૬૪.૬૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૪ સેન્ટ વધીને ૬૦.૩૯ ડોલર નજીક રહ્યા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૮.૫૫ વધીને રૂ.૧૬૩, એચપીસીએલ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૪૬૮.૩૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૮૪.૭૫, બીપીસીએલ રૂ.૭.૬૫ વધીને રૂ.૩૪૮.૨૦, ઓએનજીસી રૂ.૫.૩૫ વધીને રૂ.૨૫૫.૮૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૧૫ વધીને રૂ.૪૨૦.૮૫ રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ ફરી તેજી કરી હતી. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૦૯.૧૬ પોઈન્ટ ઉછળીને ૨૮૫૨૧.૭૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં આકર્ષણ : પોલીમેડ, હેલ્થકેર ગ્લોબલ, સિક્વેન્ટ, આરતી ડ્રગ્ઝ, અજન્તા, આરપીજી વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક ખરીદી રહી હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલની અપેક્ષાએ ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. હેલ્થકેર ગ્લોબલ રૂ.૪૯.૫૦ વધીને રૂ.૭૭૭.૫૫, પોલીમેડ રૂ.૬૩.૯૦ વધીને રૂ.૧૯૬૯.૯૦, સિક્વેન્ટ રૂ.૬.૬૦ વધીને રૂ.૨૧૨.૬૫, અજન્તા ફાર્મા રૂ.૭૫.૦૫ વધીને રૂ.૨૪૬૧, આરતી ડ્રગ્ઝ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૪૯૪.૮૫, આરપીજી લાઈફ રૂ.૬૧.૬૫ વધીને રૂ.૨૪૩૯.૪૦, બાયોકોન રૂ.૭.૬૫ વધીને રૂ.૩૭૩.૫૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી : વ્હર્લપુલ, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ, એશીયન પેઈન્ટ, ડિક્સન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફરી ફંડો લેવાલ બનતાં વ્યાપક તેજી જોવાઈ હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૧.૭૫ વધીને રૂ.૧૪૧૨.૧૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૮.૯૦ વધીને રૂ.૧૫૦૯.૪૫, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૧૫ વધીને રૂ.૫૧૨.૯૫, એશીયન પેઈન્ટ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૨૫૩૯.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૫૪.૭૫ વદીને રૂ.૧૫,૫૨૦.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૯૩.૬૩ પોઈન્ટ વધીને ૬૧૦૯૪.૪૮ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ તેજી : વરૂણ બિવરેજીસ, અલાઈડ બ્લેન્ડર્સ, જીએમ બ્રિવરીઝમાં તેજી
એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ તેજી રહી હતી. વરૂણ બિવરેજીસ રૂ.૪૧.૬૦ વધીને રૂ.૪૯૫.૪૫, અલાઈડ બ્લેન્ડર્સ રૂ.૩૬.૭૫ વધીને રૂ.૬૪૮.૩૦, જીએમ બ્રિવરેજીસ રૂ.૪૮.૬૫ વધીને રૂ.૧૨૫૭.૯૦, અવધ સુગર રૂ.૧૫.૦૫ વધીને રૂ.૪૩૫.૩૦, દ્વારકેશ સુગર રૂ.૧.૫૩ વધીને રૂ.૪૬.૦૧ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૨.૫૯ પોઈન્ટ વધીને ૨૦૮૧૦.૪૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : બોશ રૂ.૧૧૩૪ ગબડયો : ટીવીએસ મોટર, મહિન્દ્રા, મારૂતી, હીરો ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. બોશ રૂ.૧૧૩૪.૩૦ તૂટીને રૂ.૩૭૩૮૦.૩૫, ટીવીએસ મોટર રૂ.૫૩.૯૦ ઘટીને રૂ.૩૫૦૧.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૧.૧૦ ઘટીને રૂ.૩૫૩૫.૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૭૦.૧૦ ઘટીને રૂ.૧૬,૧૪૩.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૫૭ ઘટીને રૂ.૫૫૪૮.૪૦, આઈશર મોટર્સ રૂ.૪૪.૨૦ ઘટીને રૂ.૬૯૫૪.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૧૯.૧૦ પોઈન્ટ ઘટીને ૬૦૧૬૮.૨૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૨૫૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૬૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૨૫૪૦.૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૧૯૦.૫૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૩૦.૭૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૬૯૨.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૫૩૫.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૮૪૨.૬૩ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે ફરી ફંડોનું વેલ્યુબાઈંગ : ૨૪૪૬ શેરો પોઝિટીવ બંધ
ફંડો, મહારથીઓ ફરી સક્રિય બનીને સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી કર્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૧થી વધીને ૨૪૪૬ અને ઘટનારની સંખ્યા ૨૩૫૯થી ઘટીને ૧૭૨૭ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૧૬ લાખ કરોડ વધીને રૂ.૪૭૪.૨૭ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે અનેક શેરોમાં ખરીદી નીકળતાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૧૬ લાખ કરોડ વધીને રૂ.૪૭૪.૨૭ લાખ કરોડ રહ્યું હતું.

