કેલેન્ડર વર્ષ ૨૦૨૫ તેજીના પોઝિટીવ ટ્રેન્ડે વિદાય લીધા બાદ આજે વર્ષ ૨૦૨૬નો ભારતીય શેર બજારોમાં આરંભ હોલી-ડે મૂડના પરિણામે ટ્રેડિંગમાં ઓછી સક્રિયતાએ સાવચેતીએ થયો હતો. વિદેશી ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના બજારને અવિરત ખરીદીના સપોર્ટના પરિણામે સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં બે-તરફી વધઘટ રહી હતી. સરકારે તંબાકુ ઉત્પાદનો-સિગારેટ પરની એક્સાઈઝમાં ધરખમ વધારો કરતાં ફંડોએ એક તરફ સિગારેટ કંપનીઓ-એફએમસીજી શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સામે ડિસેમ્બર મહિનામાં મહિન્દ્રા સહિતના વાહનોના વેચાણના સારા આંકડાએ ઓટોમોબાઈલ, મેટલ શેરોમાં ખરીદી કરતાં બજારને ઘટાડે ટેકો મળ્યો હતો. વૈશ્વિક મોરચે પણ આજે રજાના માહોલ વચ્ચે બજારોમાં નિરસતા છવાયેલીરહી હતી. અમેરિકી ડોલરના ૨૦૧૭ બાદ ૨૦૨૫માં સૌથી વધુ ધોવાણ અને ભારતીય રૂપિયો પણ નબળો પડયો હોઈ નવા વર્ષમાં વ્યાજ દરમાં તોળાતા વધુ ઘટાડા છતાં આર્થિક મંદીનો ભય ઝળુંબી રહ્યો હોઈ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની અનિશ્ચિતતાએ શેરોમાં નવી મોટી ખરીદીમાં ફંડો સાવચેત રહ્યા હતા. ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ અનિશ્ચિત ચાલ જોવાઈ હતી. સેન્સેક્સ ૮૫૪૫૨થી ૮૫૧૦૨ વચ્ચે અથડાઈ અંતે ૩૨ પોઈન્ટ ઘટીને ૮૫૧૮૮.૬૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૧૭૪થી ૨૬૧૧૩ વચ્ચે અથડાઈ અંતે ૧૬.૯૫ પોઈન્ટ વધીને ૨૬૧૪૬.૫૫ બંધ રહ્યો હતો.

સિગારેટ શેરો તૂટયા : ગોડફ્રે રૂ.૪૭૨, આઈટીસી રૂ.૩૯ તૂટયા : એફએમસીજી ઈન્ડેક્સ ૬૦૩ તૂટયો
સરકારે તંબાકુ ઉત્પાદનો-સિગારેટ પરની એક્સાઈઝ ડયુટીમાં ૧, ફેબુ્રઆરીથી ધરખમ વધારો કરવાનો નિર્ણય લેતાં સિગારેટ-એફએમસીજી શેરોમાં આજે ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કરી નફો ઘરભેગો કર્યો હતો. ગોડફ્રેે ફિલિપ રૂ.૪૭૧.૯૦ તૂટીને રૂ.૨૨૮૯.૬૫, આઈટીસી લિમિટેડ રૂ.૩૯.૦૫ તૂટીને રૂ.૩૬૩.૯૫, સીસીએલ રૂ.૩૩.૭૦ તૂટીને રૂ.૯૦૯.૮૦, ઉગાર સુગર રૂ.૧.૨૨ તૂટીને રૂ.૪૧.૯૦, જીલેટ ઈન્ડિયા રૂ.૨૨૭.૬૫ તૂટીને રૂ.૮૧૪૮.૭૦, યુનાઈટેડ સ્પિરીટ રૂ.૩૯.૧૫ ઘટીને રૂ.૧૪૦૪.૬૫, ઈઆઈડી પેરી રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૧૦૧૭.૦૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૬૦૩.૧૬ પોઈન્ટ તૂટીને ૧૯૭૪૧.૯૮ બંધ રહ્યો હતો.
વાહનોના વેચાણે ઓટો શેરોમાં વેગ પકડતી તેજી : અશોક લેલેન્ડ, બજાજ, ટીવીએસ, મહિન્દ્રામાં તેજી
ડિસેમ્બર મહિનામાં વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોએ તેજી કરી હતી. અશોક લેલેન્ડ રૂ.૫.૬૦ ઉછળીને રૂ.૧૮૪.૭૦, બજાજ ઓટો રૂ.૨૧૭.૪૦ વધીને રૂ.૯૫૬૦.૬૦, મધરસન સુમી રૂ.૨.૬૦ વધીને રૂ.૧૨૨.૫૦, ટીવીએસ મોટર રૂ.૭૨.૫૫ વધીને રૂ.૩૭૯૨, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડિસેમ્બરમાં વેચાણ ૨૫ ટકા વધતાં શેર રૂ.૫૨.૧૦ વધીને રૂ.૩૭૬૧.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૭૪.૬૫ વધીને રૂ.૫૮૪૪.૯૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૨.૪૦ વધીને રૂ.૨૩૧૧.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૯૨.૬૭ પોઈન્ટ ઉછળીને ૬૩૧૪૯.૩૦ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં જળવાયેલું આકર્ષણ : એપીએલ અપોલો રૂ.૫૫, લોઈડ્સ રૂ.૩૨, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૪ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે સતત ખરીદીનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. ચાઈનાની આર્થિક રિકવરીના પરિબળ સાથે સ્ટીલની આયાત પર ભારતે ટેરિફ વધારતા ફંડોની સ્ટીલ શેરોમાં ખરીદી ચાલુ રહી હતી.એપીએલ અપોલો રૂ.૫૫.૨૫ વધીને રૂ.૧૯૬૯.૭૦, લોઈડ્સ મેટલ રૂ.૩૨.૨૦ વધીને રૂ.૧૩૫૪.૨૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૮૫૨.૮૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૧૦૬૭.૪૫, સેઈલ રૂ.૧.૬૦ વધીને રૂ.૧૪૮.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૦૩.૪૪ પોઈન્ટ વધીને ૩૭૧૧૫.૧૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : માસ્ટેક, ઓનવર્ડ ટેકનો, ઓરિઓનપ્રો, ૬૩ મૂન્સ, એમ્ફેસીસ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું આજે વેલ્યુબાઈંગ થયું હતું. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૮.૯૫ વધીને રૂ.૨૯૪, માસ્ટેક રૂ.૬૦.૧૫ વધીને રૂ.૨૧૧૧.૧૫, ઓરિઓનપ્રો રૂ.૨૪.૫૫ વધીને રૂ.૧૦૫૯.૪૦, ૬૩ મૂન્સ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૭૩૦.૭૦, વિપ્રો રૂ.૩.૯૦ વધીને રૂ.૨૬૭.૩૦, એમ્ફેસીસ રૂ.૩૫.૪૦ વધીને રૂ.૨૮૨૬.૧૫, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૬૫ વધીને રૂ.૧૬૦૭.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૧.૧૩ પોઈન્ટ વધીને ૩૬૯૪૬.૩૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ઈનડસઈન્ડ બેંક રૂ.૨૬ વધીને રૂ.૮૯૦ : બીઓબી, કોટક બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે ફંડોએ સિલેક્ટિવ ખરીદી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૫.૯૫ વધીને રૂ.૮૯૦.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૯૦ વધીને રૂ.૩૦૦.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૫૦ વધીને રૂ.૨૨૧૮.૨૫, એયુ બેંક રૂ.૫.૧૫ વધીને રૂ.૯૯૯.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૪૯.૯૨ પોઈન્ટ વધીને ૬૬૯૦૯.૮૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીનું આકર્ષણ : સુપ્રિમ રૂ.૧૩૧, એસ્ટ્રલ રૂ.૪૫, થર્મેક્સ રૂ.૪૪ વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૦.૭૫ વધીને રૂ.૩૪૮૬, એસ્ટ્રલ રૂ.૪૪.૯૫ વધીને રૂ.૧૪૩૪.૧૦, થર્મેક્સ રૂ.૪૪ વધીને રૂ.૩૦૬૧.૩૫, ભેલ રૂ.૩.૮૦ વધીને રૂ.૨૯૧.૩૦, કેઈઆઈ રૂ.૫૨.૮૫ વધીને રૂ.૪૫૧૩, ભારત ડાયનામિક્સ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૧૪૮૦.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૭.૭૮ પોઈન્ટ વધીને ૬૭૨૫૯.૭૮ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ખરીદી જળવાઈ છતાં ઘણા શેરોમાં ઓફલોડિંગ : ૨૧૪૫ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઉછાળે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો વેચીને હળવા થતાં ભાવો તૂટતાં જોવાયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૪૫ અને ઘટનારની ૨૦૨૪ રહી હતી.

