BUSINESS : વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા

0
14
meetarticle

 મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં ઉછાળે નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વવ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૧૦૦થી ૫૧૦૧ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૫૦૪૫ થઈ ૫૦૬૨થી ૫૦૬૩ ડોલર રહ્યા હતા.

 વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા.  અમેરિકામાં નોન-ફાર્મ પેરોલના જોબડેટા અપેક્ષાથી સારા આવતાં વૈશ્વિક સોનામાં તેજી અટકી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે  અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા.અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૫.૮૨થી ઘટી નીચામાં ભાવ ૮૧.૫૫ થઈ ૮૨.૭૮થી ૮૨.૭૯ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૧૧૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૦૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૩૦ ટકા પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ જીએસટી વગર રૂ.૧૫૫૦૨૭ તથા ૯૯૯ના ભાવ જીએસટી વગર રૂ.૧૫૫૬૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦૦ તૂટી રૂ.૨૫૯૧૩૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી અટકી ભાવ ઘટાડા પર રહ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૨૪ વાળા ઘટી ૬૮.૮૬ થઈ ૬૯.૨૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૫.૪૦ વાળા નીચામાં ભાવ ૬૪.૧૮ થઈ ૬૪.૫૯ ડોલર બોલાઈ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૯૨૮૭ વાળા રૂ.૬૭૩૮૧ થઈ રૂ.૬૮૪૮૩ રહ્યા હતા. સાઉદી અરેબિયાએ માર્ચ માટે ચીન માટે ક્રૂડતેલની ફાળવણી વધારી ૫૩૦ લાખ બેરલ્સ કરવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here