BUSINESS : વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો

0
12
meetarticle

અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનો માહોલ ગરમાતા વિશ્વના વિવિધ બજારો પર તેના તાત્કાલિક પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આજે સોના- ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફરૂપિયો નબળો પડતાં ડોલરના ભાવ વધીરૂ.૯૧ની સપાટી પાર કરી ગયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ઝડપીરૂ.૧૧૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપીરૂ.૨૫ હજાર ઉછળ્યા હતા. મુંબઈ બુલીયન બજાર શનિવારના સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે મુંબઈ ખાતે ચાંદીના ભાવરૂ.૨૮ હજાર ઉછળ્યા હતા.

દરમિયાન, વોર ઈફેકટ વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૧૮૭થી ૫૧૮૮ ડોલરથી ઉછળી ૫૨૦૦ ડોલર ઉપર ૫૨૭૮થી ૫૨૭૯ ડોલરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં વોરના પગલે સોનામાં ફંડોનું સેફ હેવન બાઈંગ વધ્યાના બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૮૯.૭૮થી ૮૯.૭૯ ડોલરથી ઉછળી ૯૩.૭૮થી ૯૩.૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર ઉછળતા તથા ઘરઆંગણે ડોલર સામેરૂપિયો તૂટતાં દેશમાં ઈમ્પોર્ટ થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારેરૃયિા સામે ડોલરના ભાવરૂ.૯૦.૯૬થી ૯૦.૯૭ વાળા વધીરૂ.૯૧.૦૯થી ૯૧.૧૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તથા મુંબઈ શેરબજારમાં સોમવારે બજાર ઘટવાની ભીતી વચ્ચેરૂપિયા પર દબાણ વધ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે  સોનાનાભાવ વધી ૯૯૫નારૃ.૧૭૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૭૫૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધીરૂ.૨૮૫૦૦૦ રહ્યા હતા.

 મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫નારૂ.૧૬૯૦૦૦ તથા ૯૯૯નારૂ.૧૬૯૬૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઉછળી જીએસટી વગરરૂ.૨૯૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેન ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આશરે ત્રણ ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૩ ડોલર વટાવી ઉંચામાં ૭૩.૫૪ ડોલર સુધી પહોંચ્યા હતા. ઈરાનનારૂટ પર સ્ટ્રેઈટ ઓફ હોર્મઝની કેનાલ દરીયાઈ માર્ગમાં આવે છે તથા આરૂટ પર ક્રૂડની વૈશ્વિક અવરજવર વધુ રહેતી હોય છે તેના પર વોરની અસર પડવાની ભિતી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની ૧લી માર્ચે (આજે) મળનારી મિટિંગમાં હવે ઉત્પાદનમાં વધુ વૃધ્ધિ કરવાનો નિર્ણય કરાય છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here