BUSINESS : શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

0
69
meetarticle

ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે તીવ્ર ઘટાડો નોંધાયો છે. બેન્ચમાર્ક સૂચકાંકોએ સાત મહિનામાં તેમનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવ્યું હતું. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) દ્વારા સતત વેચાણ, વૈશ્વિક વેપાર તણાવ અને સ્ટોક સ્પેસીફીક દબાણને કારણે સેન્ટિમેન્ટ નબળું પડયું હતું.

ગત શુક્રવારે, સેન્સેક્સ ૭૩૩ પોઈન્ટ ઘટીને ૮૦,૪૨૬ પર અને નિફ્ટી ૨૩૬ પોઈન્ટ ઘટીને ૨૪,૬૫૫ પર બંધ રહ્યો હતો. બંને સૂચકાંકો સતત છઠ્ઠા દિવસે ઘટયા હતા. ફેબ્રુઆરી પછી સેન્સેક્સ માટે અને માર્ચ પછી નિફ્ટી માટે સૌથી લાંબી ઘટાડાનો દોર જોવા મળ્યો હતો.

છેલ્લા છ સત્રોમાં, સેન્સેક્સ ૩.૧% અને નિફ્ટી ૩% તુટયો હતો. આ પ્રતિકુળતાના કારણે રોકાણકારોની સંપત્તિ આશરે ૧૬ લાખ કરોડ ઘટી હતી, અને બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ ઘટીને રૂ.૪૫૧ લાખ કરોડ થયું.

આ અઠવાડિયે FPI એ રૂ. ૧૬,૪૨૨.૩ કરોડના શેર વેચ્યા હતા. યુએસ વહીવટીતંત્રના બે પગલાં નવા H-1B વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલર ફી અને બ્રાન્ડેડ દવાઓ પર ભારે ટેરિફએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે. એવી આશંકા છે કે આ પગલાં ભારતના આઈટી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રો પર ગંભીર અસર કરશે, જે તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો યુએસમાંથી મેળવે છે.

ટ્રમ્પના શ્રેણીબદ્ધ ટેરિફથી આગામી કેટલાક ક્વાર્ટર માટે કોર્પોરેટ કમાણીનો અંદાજ નબળો પડયો છે. ભારતીય બજારો સસ્તા નથી, અને એફપીઆઈ યુએસ બજારમાં તકો જુએ છે, જેણે આ વર્ષે વધુ સારો દેખાવ કર્યો છે. જ્યાં સુધી ટેરિફ મોરચે રાહત નહીં મળે, ત્યાં સુધી બજારમાં સ્થિરતામાં સમય લાગશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here