BUSINESS : શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952

0
85
meetarticle

 સંવત ૨૦૮૧ના અંતિમ દિવસોમાં ભારતીય શેર બજારોમાં  તેજીનો ઝગમગાટ જળવાયો હતો. ધનતેરસ પૂર્વે શેરોમાં સતત ધનવર્ષાં થતી રહી હતી. વિક્રમી તેજી તરફ કૂચ કરીને સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી જોવાઈ હતી. ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૮૪૦૦૦ની સપાટી કુદાવી ૮૪૧૭૨ની સપાટીને  સ્પર્શયો હતો. સપ્તાહના અંતે તેજીની આજે હેટ્રિક સાથે લોકલ ફંડો અને ફોરેન ફંડોએ સહિયારી શેરોમાં મોટી ખરીદી કરી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં ફંડો આક્રમક લેવાલ રહ્યા હતા. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કર્યા સાથે મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ શેરોમાં તેજીને વિરામ આપી આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું હતું. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોરને લઈ પરિસ્થિતિ હજુ અનિશ્ચિત હોવા સાથે ટ્રમ્પ ચાઈના પર ઊંચી ટેરિફ ટકવા વિશે પણ શંકા વ્યક્ત કરીને પીછેહઠનો સંકેત આપ્યા છતાં વૈશ્વિક બજારોમાં આજે સાવચેતીમાં નરમાઈ રહી હતી. ભારતીય શેર બજારોમાં ફંડોએ ધનતેરષ પૂર્વે સતત ધનવર્ષા કરી હતી. સેન્સેક્સ ૪૮૪.૫૩ પોઈન્ટ ઉછળીને ૮૩૯૫૨.૧૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૪.૫૫ પોઈન્ટ વધીને ૨૫૭૦૯.૮૫ બંધ રહ્યા હતા.

તહેવારોની સીઝનમાં મોટી ખરીદીએ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાન : વ્હર્લપુલ રૂ.૧૪૭ ઉછળ્યો 

દિવાળીના તહેવારમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, હોમ એપ્લાયન્સિસ સહિતમાં છેલ્લા દિવસોમાં ગ્રાહકોની અનેક બજારોમાં મોટી ખરીદી નીકળ્યાના અહેવાલોએ કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓની નફાશક્તિમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોની શેરોમાં સતત મોટી તેજી રહી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૪૭.૫૦ ઉછળીને રૂ.૧૩૮૫, એશીયન પેઈન્ટ રૂ.૯૮.૪૫ વધીને રૂ.૨૫૦૭.૬૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૮.૮૫ વધીને રૂ.૫૮૭.૯૦, બર્જર પેઈન્ટ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૫૪૪.૪૦,  હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૫.૬૦ વધીને રૂ.૧૪૯૧.૨૦, ટાઈટન કંપની રૂ.૩૨.૮૫ વધીને રૂ.૩૬૭૫.૩૦, બ્લુ સ્ટાર રૂ.૧૪.૬૦ વધીને રૂ.૧૯૭૧.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૦.૮૦ પોઈન્ટ ઉછળીને ૬૧૦૨૫.૨૬ બંધ રહ્યો હતો.

વાહનોની ખરીદી વધતાં ઓટો શેરોમાં તેજી : મહિન્દ્રા રૂ.૮૭, ટીવીએસ મોટર રૂ.૭૫, મારૂતી રૂ.૧૦૪ વધ્યા

તહેવારોમાં અનેક લોકો વાહનોની ખરીદી કરવા અને બુકિંગ કરવા નીકળ્યાના અહેવાલોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં સતત પૂરપાટ તેજી જોવાઈ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૭.૪૦ વધીને રૂ.૩૬૪૮.૪૫, ટીવીએસ મોટર રૂ.૭૪.૯૦ વધીને રૂ.૩૬૫૨.૪૦, આઈશર મોટર રૂ.૫૨.૪૦ વધીને રૂ.૭૦૪૦.૮૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૪.૪૦ વધીને રૂ.૧૬,૩૯૯.૯૦, બોશ રૂ.૨૨૦.૧૦ વધીને રૂ.૩૮,૭૪૫.૬૫, એમઆરએફ રૂ.૪૮૮.૨૫ વધીને રૂ.૧,૫૫,૮૫૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૭.૪૮ પોઈન્ટ વધીને ૬૦૬૨૭.૦૫ બંધ રહ્યો હતો.

નબળા પરિણામોએ આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : મેક્લિઓડ, વિપ્રો, તાન્લા, માસ્ટેક, ડાટામેટિક્સ ઘટયા

ઈન્ફોસીસ, વિપ્રો સહિતના સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતના ત્રિમાસિક પરિણામ એકંદર સાધારણથી નબળા  જાહેર થતાં અને વૈશ્વિક આઈટી ઉદ્યોગ માટે પડકારો વધી રહ્યા હોઈ ફંડોએ આજે સાવચેતીમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજીને વિરામ આપીને મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. મેક્લિઓડ રૂ.૧૨.૩૮ તૂટીને રૂ.૫૯.૬૨, વિપ્રો રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૨૪૦.૮૫, તાન્લા રૂ.૩૧.૬૦ ઘટીને રૂ.૬૭૪.૯૦, ડાટામેટિક્સ રૂ.૩૯.૪૫ ઘટીને રૂ.૮૪૪.૪૫, માસ્ટેક રૂ.૮૮.૯૦ ઘટીને રૂ.૨૦૮૨.૭૦, ક્વિક હિલ રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૩૩૪.૪૦, બ્લેક બોક્સ રૂ.૧૯.૨૦ ઘટીને રૂ.૫૩૫.૫૦, એમ્ફેસીસ રૂ.૯૦.૪૦ ઘટીને રૂ.૨૬૯૪.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૫૨.૪૮ પોઈન્ટ તૂટીને ૩૪૧૭૯.૪૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : ઈન્ડસઈન્ડ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડો, ખેલંદાઓનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૨૦ વધીને રૂ.૭૫૧.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૫૦ વધીને રૂ.૧૪૩૬.૭૦, એચડીએફસી બેંક રૂ.૮.૨૫ વધીને રૂ.૧૦૦૨.૫૦ રહ્યા હતા. આ સાથે શેર ઈન્ડિયા રૂ.૨૧.૨૦ વધીને રૂ.૨૦૦.૩૦, કેઆઈસીએલ રૂ.૩૧૯.૮૦ વધીને રૂ.૫૩૮૬.૯૫, ટીવીએસ હોલ્ડિંગ રૂ.૬૨૧.૯૫ વધીને રૂ.૧૪,૩૬૬.૩૫, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૦૭.૭૦ વધીને રૂ.૩૯૭૦.૩૫, મુથુટ ફિન રૂ.૬૪.૫૦ વધીને રૂ.૩૩૩૨.૮૦, યુટીઆઈ એએમસી રૂ.૨૫.૮૫ વધીને રૂ.૧૪૦૨.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૧૦.૧૨ પોઈન્ટ વધીને ૬૫૦૫૮.૧૩ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ : સેઈલ, જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ સતત બીજા દિવસે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં રહી આજે વેચવાલી કરી હતી. સેઈલ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૨૮.૬૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૬.૭૦ ઘટીને રૂ.૭૯૧.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૧૦૦૭.૮૦, વેદાન્તા રૂ.૫.૦૫ ઘટીને રૂ.૪૭૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૯૭.૮૩ પોઈન્ટ ઘટીને ૩૩૭૯૩.૩૦ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડો સતત ખરીદદાર : બેક્ટર ફૂડ, બોમ્બે બર્મા, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ, રેડિકોમાં તેજી

એફએમસીજી શેરોમાં ફંડોએ તહેવારોની સીઝનને લઈ ગ્રાહકોની ખરીદી મોટાપાયે નીકળ્યાના પોઝિટીવ પરિબળે સતત બીજા દિવસે ખરીદી ચાલુ રાખી હતી. બેક્ટર ફૂડ રૂ.૮૨.૩૦ વધીને રૂ.૧૩૬૦.૮૦, બોમ્બે બર્મા ટ્રેડિંગ રૂ.૧૧૨.૭૫ વધીને રૂ.૧૯૯૯.૬૫, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૩૪૬.૧૦, રેડિકો ખૈતાન રૂ.૧૧૧.૯૦ વધીને રૂ.૩૧૦૯.૬૦, ગોદાવરી બાયો રૂ.૬.૫૫ વધીને રૂ.૨૭૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૪૩.૬૨ પોઈન્ટ વધીને ૨૦૭૫૫.૪૯ બંધ રહ્યો હતો.

ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : એક્યુટાસ, એચસીજી, લૌરસ લેબ., કેપીએલ,  રેઈનબો વધ્યા

ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રે અમેરિકા સાથે ટ્રેડ ડિલની વધતી અપેક્ષાએ ફંડોએ ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. એક્યુટાસ કેમિકલ્સ રૂ.૯૪.૩૫ વધીને રૂ.૧૬૪૬.૬૦, એચસીજી રૂ.૨૩.૯૦ વધીને રૂ.૭૩૨.૮૫, લૌરસ લેબ્સ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૮૯૯.૭૫, કેપીએલ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૮૬૭.૯૦, રેઈનબો રૂ.૩૧.૦૫ વધીને રૂ.૧૩૪૮.૮૦, મેક્સ હેલ્થ રૂ.૨૭.૧૫ વધીને રૂ.૧૨૦૨.૩૫, નોવાર્ટિસ રૂ.૧૩ વધીને રૂ.૮૭૫.૯૫, જેબી કેમિકલ્સ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૧૬૯૩.૨૫, ટોરન્ટ ફાર્મા રૂ.૪૫.૪૫ વધીને રૂ.૩૫૭૮.૮૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૬૭૯.૧૦, અલકેમ રૂ.૫૮.૯૦ વધીને રૂ.૫૫૮૧.૯૫, અપોલો હોસ્પિટલ રૂ.૭૯.૮૫ વધીને રૂ.૭૯૦૯.૧૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૫.૨૫ પોઈન્ટ વધીને ૪૪૯૦૫.૩૬ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૩૦૯ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૫૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૦૮.૯૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૫૦૫.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૯૬.૨૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૫૨૬.૬૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૮૬૦.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૩૩.૭૮કરોડની વેચવાલી કરી હતી.

સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓનું મોટું પ્રોફિટ બુકિંગ : ૨૫૨૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ સતત આક્રમક તેજી સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં સપ્તાહના અંતે મોટું પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૩૦થી ઘટીને ૧૬૪૧  અને ઘટનારની સંખ્યા ૧૮૭૧થી વધીને ૨૫૨૭ રહી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here