BUSINESS : સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા

0
53
meetarticle

અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા  એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારોમાં આજે સંવત ૨૦૮૨ માટેના મુહુર્તના કામકાજમાં  પ્રારંભમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.મુહુર્તના કામકાજમાં વોલેટાઈલ રહ્યા બાદ મુખ્ય ઈન્ડાઈસિસ  સતત આઠમી વખત સુધારા સાથે બંધ રહ્યા હતા.  આ અગાઉ પણ સતત સાત વખત મુહુર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા  નિફટી૫૦ સુધારા સાથે બંધ રહ્યા હતા.

 સંવત ૨૦૮૨ના મુહુર્તના એક કલાકના કામકાજ દરમિયાન ઉપર જળવાઈ રહ્યા બાદ છેવટે ઊંચા મથાળે નફા બુકિંગ આવતા બજાર વોલેટાઈલ જોવા મળ્યું હતું.

આમ છતાં,  બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ  છેલ્લી ઘડીએ ૬૨.૯૭ વધી૮૪૪૨૬.૩૪ જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૨૫.૪૫ વધી  ૨૫૮૬૮.૬૦ બંધ રહ્યો હતો. ઓટો, આઈટી, બેન્ક સહિતના મોટાભાગના ક્ષેત્રોના ઈન્ડાઈસિસ સુધારા સાથે ખૂલ્યા હતા.એક કલાકના મુહુર્ત ટ્રેડિંગમાં વેપાર વોલ્યુમ નીચુ રહ્યું હતું પરંતુ બજારનું સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળતુ હતું. તહેવારના વાતાવરણ વચ્ચે મોટાભાગના ટ્રેડરો તથા સંસ્થાકીય રોકાણકારોએ મોટા ઈન્વેસ્ટમેન્ટને બદલે સિમ્બોલિક વેપાર કર્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.

એનએસઈ પર ૨૧૧૩ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૬૪૪ શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.  બુધવારે  ૨૨ ઓકટોબરના નવા વિક્રમ સંવત નિમિત્તે શેરબજાર બંધ રહેશે. 

જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાને જોતા સંવત ૨૦૮૨માં મજબૂત વળતર મળી રહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

આ નવા વર્ષમાં ભારત તથા અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરારને અંતિમ રૂપ મળી રહેવાની આશા છે, જે નિકાસ મોરચે ભારતીય કંપનીઓ માટે સાનુકૂળ સ્થિતિ બનાવશે તેવી બજારની ધારણાં છે. 

બેન્ક શેરોમાં  એનએસઈ પર એચડીએફસી બેન્ક રૂપિયા ૪.૭૫ વધી રૂપિયા ૧૦૦૭.૭૦, ફેડરલ બેન્ક રૂપિયા ૦.૩૬વધી રૂપિયા ૨૨૭.૪૦, એક્સિઝ બેન્ક રૂપિયા ૧૧.૩૦  વધી રૂપિયા ૧૨૩૭ બંધ રહ્યા હતા. આરબીએલ બેન્કમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા ભાવ ઘટી ૩૨૪.૬૫  કવોટ થતો હતો.

ઓટો શેરોમાં ટાટા મોટર્સ રૂપિયા ૨.૧૦ વધી   રૂપિયા ૪૦૧.૮૫, અશોક લેલેન્ડ ૦.૪૦વધી રૂપિયા ૧૩૬.૨૪ બંધ રહ્યા હતા. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here