BUSINESS : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફત ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી

0
14
meetarticle

 નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ આજે સમાપ્ત  થયું છે ત્યારે ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વૃદ્ધિ મંદ પડી ૧૧ ટકા રહી  હોવાનો અંદાજ છે જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫ ટકા રહી હતી. આજે સમાપ્ત થયેલા નાણાં વર્ષના ક્રેડિટ કાર્ડસને લગતા આંકડા એપ્રિલના અંત સુધીમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાશે.

રેન્ટની ચૂકવણી, બેન્કો તથા ફિનટેક દ્વારા સખત નિયમનો તથા યુપીઆઈ મારફતના પેમેન્ટસમાં વધારાને પરિણામે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.

સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા ૨૩.૨૫ લાખ કરોડ આસપાસ રહ્યાનો પ્રાથમિક અંદાજ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. ગત નાણાં વર્ષમાં આ આંક રૂપિયા ૨૧.૧૫ લાખ કરોડ રહ્યો હતો.

ફિનટેક પ્લેટફોર્મ્સ પર ક્રેડિટ કાર્ડસ મારફત રેન્ટ પેમેન્ટસ સામે નિયમનકારી અંકૂશને પગલે ક્રેડિટ કાર્ડસ મારફતના એકંદર ખર્ચમાં ઘટાડો થયો છે. 

પેટીએમ સહિતની ફિનટેક કંપનીઓને ક્રેડિટ કાર્ડસ મારફત રેન્ટ પેમેન્ટસ અટકાવી દેવા રિઝર્વ બેન્કે ગયા વર્ષે સૂચના આપી હતી. ક્રેડિટ કાર્ડસ મારફતના કુલ ખર્ચમાં ઓનલાઈન ખર્ચનો આંક રૂપિયા ૧૪.૫૦ લાખ કરોડ રહ્યો હોવાનો અંદાજ છે જ્યારે ઓફફલાઈન મારફત રૂપિયા ૮.૭૫ લાખ કરોડ ખર્ચાયા છે. 

અંદાજે ૮ ટકા  વૃદ્ધિ સાથે નવા કાર્ડસ જારી કરવાની માત્રા પણ ધીમી પડી હોવાનું જણાય છે. કોવિડ બાદ આ ટકાવારી સૌથી નીચી છે. નાણાં વર્ષ ૨૦૨૩માં ક્રેડિટ કાર્ડસ જારી કરવાની ટકાવારીની વૃદ્ધિ દ્વીઅંકમાં રહી હતી. 

નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે ૧૧ કરોડની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૬ના અંતે સક્રિય ક્રેડિટ કાર્ડસની કુલ સંખ્યા ૧૧.૮૫ કરોડ રહી હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. નાની રકમના પેમેન્ટસ માટે યુપીઆઈના ઉપયોગમાં થયેલા વધારાને કારણે ક્રેડિટ કાર્ડસના વપરાશમાં મંદ વૃદ્ધિ જોવાઈ રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here