મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો ઝછડપી ગતીએ આગળ વધ્યો હતો. સોનના ભાવ આજે વિશ્વ બજાર પાછળ આરંભમાં નીચા ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં બપોર પછી સોનાના ભાવ ફરી વધી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૬૪થી ૪૦૬૫ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૪૦૨૨ થઈ ૪૦૩૪થી ૪૦૩૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૭૧ પૈસા વધી રૂ.૮૯.૪૨ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના બાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૨૦૭૦ વાળા સવાર રૂ.૧૨૧૬૬૦ ખુલ્યા પછી ફરી વધી ભાવ છેલ્લે રૂ.૧૨૨૬૫૩નાં મથાળે બંધ રહ્યા હતા.મુંબઈ સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૨૨૬૫૧ વાળા રૂ.૧૨૨૧૪૯ ખુલી રૂ.૧૨૩૧૪૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૫૪૧૧૩ વાળા રૂ.૧૫૧૧૨૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૦.૮૯થી ૫૦.૯૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૮.૬૪ થષઈ ૪૮.૭૫થી ૪૮.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની મજબુતાઈના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી.
દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૪૪થી ૧૫૪૫ વાળા નીચામાં ભાવ ૧૪૯૪ થઈ ૧૫૦૦થી ૧૫૦૧ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૦૦ વાળા નીચામાં ૧૩૫૨ થઈ ૧૩૫૯થી ૧૩૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૪ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ પણ તૂટી ગયા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૧૨૬૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૬૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધુ રૂ.૩૫૦૦ તૂટી રૂ.૧૫૪૦૦૦ રહ્યા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૭૫૦૦ તૂટી ગયા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૪.૦૦ વાળા નીચામાં ભાવ ૬૧.૯૩ થઈ ૬૧.૯૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૯.૯૫ વાળા નીચામાં ૫૭.૪૨ થઈ ૫૭.૪૬ ડોલર રહ્યા હતા. યુક્રેન યુદ્ધમાં શાંતિની વાતચીતના સંકેતોએ ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

