BUSINESS : સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો

0
37
meetarticle

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.96756.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.66180.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35549 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1672.35 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24034.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136999 અને નીચામાં રૂ.136523ના મથાળે અથડાઈ, રૂ.135804ના આગલા બંધ સામે રૂ.1015 વધી રૂ.136819ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.472 વધી રૂ.112408ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.14026ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1302 વધી રૂ.134472ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.137141ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.137750 અને નીચામાં રૂ.137141ના મથાળે અથડાઈ, રૂ.136697ના આગલા બંધ સામે રૂ.965 વધી રૂ.137662ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.239041ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.244999 અને નીચામાં રૂ.239041ના મથાળે અથડાઈ, રૂ.235873ના આગલા બંધ સામે રૂ.8099 વધી રૂ.243972ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.8052 વધી રૂ.246050ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.7956 વધી રૂ.245966ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 4269.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.17.1 વધી રૂ.1309.6ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.1.4 વધી રૂ.309.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.6.4 વધી રૂ.303.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 25 પૈસા વધી રૂ.183ના ભાવે બોલાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here