BUSINESS : સોનાના વાયદામાં રૂ.338 અને ચાંદીના વાયદામાં રૂ.1,166નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.36ની નરમાઇ

0
105
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122517.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16841.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105675.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.830.26 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14307.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109254ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109678 અને નીચામાં રૂ.109158ના મથાળે અથડાઈ, રૂ.109052ના આગલા બંધ સામે રૂ.338 વધી રૂ.109390ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.292 વધી રૂ.87929 થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.31 વધી રૂ.10999ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.391 વધી રૂ.109342 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109351ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109795 અને નીચામાં રૂ.109330ના સ્તરને સ્પર્શી, રૂ.109256ના આગલા બંધ સામે રૂ.379 વધી રૂ.109635 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.127500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.128945 અને નીચામાં રૂ.127500ના મથાળે અથડાઈ, રૂ.127132ના આગલા બંધ સામે રૂ.1166 વધી રૂ.128298 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1217 વધી રૂ.128328 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.1190 વધી રૂ.128296ના સ્તરે પહોંચ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1645.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3805ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3817 અને નીચામાં રૂ.3780ના સ્તરને સ્પર્શી, રૂ.25 ઘટી રૂ.3799ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5590ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5611 અને નીચામાં રૂ.5555ના સ્તરને સ્પર્શી, રૂ.5591ના આગલા બંધ સામે રૂ.36 ઘટી રૂ.5555 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.29 ઘટી રૂ.5560ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.3 ઘટી રૂ.257.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.5 ઘટી રૂ.257.6ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.990ના ભાવે ખૂલી, રૂ.4.9 ઘટી રૂ.986.6 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2658ના ભાવે ખૂલી, રૂ.27 વધી રૂ.2678ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.7058.47 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.7248.95 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.475.72 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.72.52 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.31.01 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.215.58 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.13.78 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.488.89 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1142.96 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.4.72 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.20 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20435 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 52593 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 17680 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 262095 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 23564 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20355 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 48512 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 158832 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1555 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15849 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 44216 લોટના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15.5 ઘટી રૂ.161.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.5.5ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.29.5 વધી રૂ.404 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.154 વધી રૂ.836.5 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા વધી રૂ.2.49 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 93 પૈસા ઘટી રૂ.7.55ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5650ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.12 ઘટી રૂ.146 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા ઘટી રૂ.2.35 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.419ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.178.5 વધી રૂ.807ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.5 વધી રૂ.217.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા વધી રૂ.7.65ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.109000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.234.5 ઘટી રૂ.496ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.127000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.601.5 ઘટી રૂ.974ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.33 ઘટી રૂ.2.2ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 39 પૈસા વધી રૂ.0.89 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.25.4 વધી રૂ.220.05ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.7.7ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.109000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.222.5 ઘટી રૂ.562 થયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.298 ઘટી રૂ.419ના ભાવે બોલાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here