BUSINESS : સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી

0
71
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે રૂપિયા સામે ડોલરના ભાવ પણ વધી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૩૯૬૮થી ૩૯૬૯ ડોલર વાળા ઉછળી ૪૦૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૪૦૪૬ થઈ ૪૦૦૨થી ૪૦૦૩ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૪૮.૦૫ વાળા વધી ૪૯.૭૬ થઈ ૪૮.૯૪થી ૪૮.૯૫ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૨૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૪૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૫૯૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૫૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડતેલના ભાવ બેરલના વધી ઉંચામાં ૬૫.૨૯ થઈ ૬૫.૧૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૦.૯૦ થઈ ૬૦.૭૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ૪૦૨૫થી ૪૦૨૬ ડોલર તથા ચાંદીના ભાવ ૪૯.૦૬થી ૪૯.૦૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૧૯૧૪૦ વાળા રૂ.૧૨૦૨૮૬ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૧૯૬૧૯ વાળા રૂ.૧૨૦૭૭૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ૧૪૬૭૮૩ વાળા રૂ.૧૪૯૧૨૫ રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here