BUSINESS : સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર

0
15
meetarticle

મુંબઇ ચાંદી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહ્યા હતા. જોકે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવો વધુ તૂટતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વીક ઇન્ડેક્ષ વધતા વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધતા  તથા ભાવ વધુ ગબડતાં ઘર આંગણે પણ તૂટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતી દેખાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા.૩૫૦૦ તૂટયા હતા.

 જ્યારે  ચાંદીના ભાવ કિલોના વધુ રૂા.૭૦૦૦ ગબડયા હતા. દરમ્યાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૬૭ થી તૂટી નીચામાં ભાવ છેલ્લે ૪૪૯૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૭૧.૭૪થી ગબડી ૬૭.૬૯ ડોલર થઇ છેલ્લે ૬૭.૯૫ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્ષ વધી ૯૯.૭૯ થઇ છેલ્લે ૯૯.૫૦ આસપાસ રહ્યાના વાવડ હતા.દરમ્યાન આજે બંધ બજારે રૂાપિયા સામે ડોલરના ભાવ રૂા.૯૩.૭૧ થી વધી રૂા.૯૩.૭૮ ની નવી ટોચે બોલાતા રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂા.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂા.૧૪૮૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂા.૨૨૮૦૦૦ બોલાયા હતા. દર્મયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૯૨૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ઘટી ૧૪૧૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપના ભાવ છેલ્લે ૧.૭૩ ટકા માઇનસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવમાં જોકે તેજી આગળ વધી હતી. બ્રેન્ડ ક્રૂડના ભાવ બેરલના ૧૦૮.૧૭ વાળા ઉંચામાં ૧૧૩.૧૧ થઇ છેલ્લે ૧૧૨.૧૯ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૫.૪૪ થી વધી ૯૮.૭૫ થઇ ૯૮.૨૩ ડોલર રહ્યા હતા. વોર ઇફેક્ટ ક્રૂડ તેલ બજારમાં વર્તાઇ રહી હતી. દર્મયાન મુંબઇ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂા.૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂા.૧૪૩૫૦૦ તથી ૯૯૯ના રૂા.૧૪૪૧૦૦ રહ્યા હતા.

મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા.૭૦૦૦ તૂટી રૂા.૨૨૫૦૦૦ રહ્યા હતા. રૂપિયાના ભાવમાં શુક્રવારે બોલાયેલો કડાકો ૨૪મી ફેબુ્રઆરી ૨૦૨૨ પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો મનાયો છે તથા ૨૦૨૫-૨૬ના નાણાં વર્ષમાં  રૂપિયો આશરે નવ ટકા ગબડતા છેલ્લા ૧૨ વર્ષનો સૌથી નબળો વર્ષ રૂાપિયા માટે વર્તમાન નાણાં  વર્ષ મનાઇ રહ્યો છે. છેલ્લે ૨૦૧૩-૧૪ના વર્ષમાં રૂપિયો ૯.૩૭ ટકા તૂટયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here