BUSINESS : સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો

0
34
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઝડપી પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે સોના-ચાંદીમાં નવી માગના અભાવે ઉછાળે માનસ વેંચનાનું રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૨૬૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૪૦૦૦ ગબડી રૂ.૧૫૭૫૦૦ બોલાઈ ગયા હતા, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૧૨થી ૪૧૧૩ વાળા તૂટી નીચામાં ભાવ ૪૦૩૮થી ૪૦૩૯ થઈ ૪૦૬૫થી ૪૦૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૫૨.૨૫થી ૫૨.૨૬ વાળા નીચામાં ભાવ ૫૦.૩૪થી ૫૦.૩૫ થઈ ૫૦.૮૯થી ૫૦.૯૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ૧૦૦ની સપાટી પાર કરી ઉંચામાં આ ઈન્ડેક્સ ૧૦૦.૩૨ થઈ ૧૦૦.૨૨ રહ્યાના નિર્દેશો હતા.અમેરિકામાં આગળ ઉપર મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં કદાચ વ્યાજના દરમાં  ઘટાડો કરવામાં નહિં આવે એવા સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધ આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૫૯ વાળા વધી રૂ.૮૮.૭૪ થઈ રૂ.૮૮.૭૧ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૩૩૮૮ વાળા ગબડી રૂ.૧૨૨૦૭૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૮૮૪ વાળા રૂ.૧૨૨૫૬૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૮૧૨૦ વાળા રૂ.૧૫૪૧૧૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૭૨થી ૧૫૭૩ વાળા આજે આજે ઘટી નીચામાં ભાવ ૧૫૩૬ થઈ ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૩૧થી ૧૪૩૨ વાળા નીચામાં ભાવ ૧૩૮૦ થઈ ૧૩૯૯થી ૧૪૦૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી નીચામાં ૬૩.૫૩ થઈ ૬૪.૦૦ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૪૬ થઈ ૫૯.૯૫ ડોલર રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here