BUSINESS : સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ

0
47
meetarticle

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૫૦.૧૬થી ૫૦.૧૭ વાળા વધી ઉંચામાં ભાવ ૫૧.૭૫ થઈ ૫૧.૨૦થી ૫૧.૨૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોની લેવાલી ફરી વધ્યાના  નિર્દેશો મળ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૨૬  તથા નીચામાં ૧૦૦.૦૪ થઈ ૧૦૦.૦૮ રહ્યાના નિદેશો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૯.૨૭ તથા નીચામાં રૂ.૮૯.૦૪  થઈ ઍછેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૨૨ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૨૮૧૪ વાળા રૂ.૧૨૪૮૪૦ થઈ રૂ.૧૨૪૬૧૮ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૩૦૮ વાળા રૂ.૧૨૫૩૪૨ થઈ રૂ.૧૨૫૧૧૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૫૩૬૫૦ વાળા રૂ.૧૫૭૦૧૯ થઈ રૂ.૧૫૬૩૨૦ બંધ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૩૭૨ વાળા ૧૪૦૭ થઈ ૧૩૯૩થી ૧૩૯૪ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ ૧૫૧૯ વાળા ૧૫૬૮ થઈ ૧૫૪૮થી ૧૫૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલરના ભાવ આજે ૧.૩૫થી ૧.૪૦ ટકા ઉંચકાયા હતા.

વિશ્વ બજરામાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના૬૨.૧૨ વાળા ૬૩.૩૬ થઈ ૬૩.૦૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૮ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૭.૨૪ થઈ છેલ્લે રૂ.૧૧૭.૨૨૦ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ બે પૈસા વધી રૂ.૧૦૨.૯૨ રહ્યા હતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here