BUSINESS : સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ : બજાર ભાવ ઉંચકાયા

0
49
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે ઉંચા બંધ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ઉંચકાયા હતા. દરમિયાન, સરકારે આયાતકારો માટે ડોલરનો કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૯.૫૦થી વધારી રૂ.૯૧.૩૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાના વાવડ મળ્યા હતા.વૈશ્વિક સોનાના ભાવ ઔંશના નીચામાં ૪૧૯૪થી ૪૧૯૫ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૪૨૩૦થી ૪૨૩૧ ડોલર થઈ ૪૨૨૯થી ૪૨૩૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૩૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૭૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૫૬.૮૮ તથા ઉંચામાં ભાવ ૫૮.૫૧થી ૫૮.૫૨ થઈ ૫૮.૨૧થી ૫૮.૨૨ ડોલર રહ્યા હતા.મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૨૭૩૩૩ વાળા વધી રૂ.૧૨૮૦૭૭ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૮૪૫ વાળા રૂ.૧૨૮૫૯૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૭૬૬૨૫ વાળા વધી રૂ.૧૭૯૦૨૫ થઈ છેલ્લે ભાવ રૂ.૧૭૮૨૧૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ઔંશના ૧૬૭૧થી ૧૬૭૨ ડોલર તથા નીચામાં ભાવ ૧૬૪૦થી ૧૬૪૧ થઈ ૧૬૪૬થી ૧૬૪૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૭૩ તથા નીચામાં ૧૪૪૬થી ૧૪૬૦થી ૧૪૬૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ બેતરફી વધઘટ દેખાઈ હતી. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૩.૪૩ તથા નીચામાં ૬૩.૦૬ થઈ ૬૩.૧૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૯.૭૮ તથા નીચામાં  ૫૯.૪૨ થઈ ૫૯.૪૮ ડોલર રહ્યા હતા.  સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડતેલના ભાવ ઘટાડા પાંચ વર્ષના તળિયેની સપાટીનાી જાહેર કર્યાના સમાચાર મળ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here