BUSINESS : સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર

0
36
meetarticle

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.

ચાંદીમાં ઉછાળો, ભાવ ₹2.65 લાખને પાર

MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ, 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ(Open): આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદીમાં ₹10,109નો જંગી ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,62,834 પર ખૂલ્યો.

ઓલ-ટાઇમ હાઇ અને વર્તમાન સ્થિતિ

દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,65390ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹12030(+4.79%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,64,705 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવમાં પણ ઐતિહાસિક તેજી

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રૅકોર્ડ સપાટી બનાવી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): MCX પર 05 ફેબ્રુઆરી, 2026 વાયદાના સોનાનો ભાવ અગાઉના દિવસે ₹1,38,819 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખૂલતો ભાવ(Open): આજે સોનું ₹1,39,600 પર ખૂલ્યું હતું.ઓલ-ટાઇમ હાઇ અને વર્તમાન સ્થિતિ

ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,41,250ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹2,403(+1.73%)ના મજબૂત વધારા સાથે ₹1,41,222 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here