BUSINESS : સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

0
15
meetarticle

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાંની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

સોનામાં ભારે તેજી…

આજના કારોબારની વિગતો જોઈએ તો, સોનું અગાઉના 1,55,451.00ના બંધ ભાવની સામે આજે 1,56,000.00 પર ખૂલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,500.00ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. સમાચાર લખવા સુધીમાં સોનામાં અંદાજે ₹2,429(+1.56%)નો વધારો જોવા મળ્યો છે. જોકે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3000થી વધુનો થાય છે.ચાંદીમાં બજાર શરૂ થતાં જ 5%થી વધુનો ઉછાળો

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે. ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892.00ની સરખામણીએ આજે 2,59,887.00 પર ખૂલી હતી અને ઉછળીને 2,64,885.00ની સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹14,005(+5.60%)નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

તેજીના કારણો શું?

આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે. જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણમાં 98%નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે.

ETFમાં રૅકોર્ડબ્રેક રોકાણ

વૈશ્વિક બજારની અસર એશિયા પર પણ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ETFમાં 10 અબજ ડૉલરનું રૅકોર્ડબ્રેક રોકાણ આવ્યું હતું. વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here