BUSINESS : સોના-ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રેકોર્ડ ધ્વસ્ત, સોનું ₹1.72 લાખ અને ચાંદી ₹3.77 લાખને પાર

0
9
meetarticle

વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી (All-Time High) સર કરી છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5000 થી વધુનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹21000 થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

સોનામાં ઐતિહાસિક તેજી 

ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોનાનો વાયદો ₹171489ના ભાવે ખૂલ્યો હતો. જે અગાઉના ₹1,67921ના બંધ ભાવની સરખામણીએ સોનામાં આશરે ₹5000 જેટલો પ્રચંડ વધારો દર્શાવે છે. કારોબાર દરમિયાન સોનું ₹172949 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. આંરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરતા પ્રતિ ઔંસ $5063.82 ના ભાવે ટ્રેડિંગ કરી રહ્યું છે.

ચાંદીએ તોડ્યા રેકોર્ડ

બીજી તરફ, ચાંદીમાં આવેલી તેજીએ રોકાણકારોને સ્તબ્ધ કરી દીધા છે. MCX પર ચાંદી ₹364821 ના સ્તરે ખૂલીને જોતજોતામાં ₹377655 ના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. અગાઉના ₹356279 ના બંધ ભાવ સામે અત્યારે ચાંદી ₹376922 પર ટ્રેડ થઈ રહી છે, જે 5.79% નો સીધો ઉછાળો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં ચાંદી $107.61 ના સ્તરે પહોંચી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત છે.

બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. એક જ દિવસમાં સોનામાં ₹5000 અને ચાંદીમાં ₹21000 થી વધુનો આ ઉછાળો (ઓપનથી હાઈ) ઈતિહાસમાં વિરલ માનવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here