BUSINESS : સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો

0
56
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. જો કે પાછલા દિવસના બંધ ભાવની સરખામણીએ આજે બંધ ભાવ નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં સમાચાર ભાવમાં બેતરફા વેયૈપક ઉછળકુદ બતાવી રહ્યા હતા. વૈસ્વિક ચાંદીના ભાવ ગબડી ઔંસના નીચામાં ૭૧.૧૬ ડોલર સુધી જતાં રહ્યા હતા. 

પરંતુ ત્યારબાદ આંચકા પચાવી ભાવ ફરી  ઉછળી ઉંચામાં ૭૫.૭૭ થઈ ૭૫.૭૦થી ૭૫.૦૧ ડોલર રહ્યા હતા. દરમિયાન અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૪૦૦૦ તૂટી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૨૫૦૦ તૂટયા હતા. અમદાવાદ સોનાના ભાવ ગબડી ૯૯૫ના રૂ.૧૩૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૯૫૦૦ રહ્યા હતા.વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના નીચામાં ૪૩૨૩ વાળી ઉંચામાં ભાવ ૪૩૯૯ થઈ ૪૩૯૪થી ૪૩૯૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૬૨૩૩ વાળા નીચામાં ભાવ રૂ.૧૩૩૮૨૪ થઈ રૂ.૧૩૪૦૬૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૬૭૮૧ વાળા રૂ.૧૩૪૩૬૨ થઈ રૂ.૧૩૪૫૯૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૫૪૪૦ વાળા રૂ.૨૩૧૪૬૭ ખુલી રૂ.૨૩૨૩૨૯ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.૫૫૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૧૯ હજાર તૂટી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ચીનમાં સોનાની ઈંમ્પોર્ટ વાળા હોંગકોંગ નવેમ્બરમાં ઓકટોબરની સરકામણીએ બમણી થઈ ગયાના સમાચાર હતા.  આ ગાળામાં ત્યાં આવી  ઈમ્પોર્ટ ૮થી વધી ૧૬ ટનની ઉપર ગઈ છે. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ આંચકા પચાવી ફરી ૨.૬૭ ટકા વધી આવ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૨૦૫૩ થઈ ૨૨૧૨ ડોલર થઈ ૨૨૦૭થી ૨૨૦૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૫૯૬ તથા ઉંચામાં ભાવ ૧૬૫૭થઈ ૧૬૪૧થી ૧૬૪૨ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બજારમાં પ્લેટીનમનમા ભાવ ૧૦ ગ્રામના નીચામાં રૂ.૬૯૭૯૦ થઈ છેલ્લે રૂ.૭૦૪૯૯ રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના પ્રમુખની આકરી ટેરીફના પગલે ભારતથી ડાયમન્ડની નિકાસને ફટકો પડતાં હવે ડાયમંડ ઉદ્યોગે સરકારને વેરાકિય રાહત આપી પીઠબળ આપવા રજૂઆત કર્યાના વાવડ મળ્યા હતા. 

સોનું-૧,૩૯૨૦૦

ચાંદી-૨,૩૩૦૦૦

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here