BUSINESS : સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી

0
38
meetarticle

 સોનાના ભાવ વિશ્વ બજારમાં વધતા અટકી પ્રત્યાઘઘાતી પીછેહટ જોવા મળ્યા હતા. ડોલરમાં વૈશ્વિક ઈન્ડેકસ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડો હળવા થઈ રહ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૪થી ૪૪૯૫ ડોલર વાળા નીચામાં ભાવ ૪૪૭૬ થઈ ૪૪૭૯થી ૪૪૮૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. જો કે નાતાલના પગલે વૈશ્વિક બજારોમાં હોલીડે-મુડ વચ્ચે વેપારો તથા વોલ્યુમ ધીમું રહ્યાના નિર્દેશો મળ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૭૫ રહ્યા પછી ઉંચામાં ૯૮.૦૧ થઈ ૯૭.૯૫ રહ્યો હતો. અમેરિકામાં જીડીપીના આંકડા સારા આવ્યા હતા તથા ત્યાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સમાં પણ ઘટાડો થતાં જોબ માર્કેટમાં મજબુતાઈ દેખાઈ હતી ત્યાં જોબલેસ કલેઈમ્સ ૧૦ હજાર ઘટી ૨ લાખ ૧૪ હજાર આવ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ વધી રૃ.૮૯.૮૨ તથા પાઉન્ડના ભાવ રૃ.૧૨૧.૪૪ અને યુરોના ભાવ રૃ.૧૦૫.૯૪ બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવ રૃ.૮૯.૭૭ થઈ રૃ.૮૯.૮૨ રહ્યા હતા.દરમિયાન, મુંબઈ તથા અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૃ.૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૃ.૧૪૧૦૦૦ તથા ૯૯૯ના રૃ.૧૪૧૩૦૦ રહ્યા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૃ.૧૦૦૦ વધી રૃ.૨૨૨૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૃ.૧૩૬૦૮૦ વાળા રૃ.૧૩૬૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૃ.૧૩૬૬૨૭ વાળા રૃ.૧૩૭૦૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૃ.૨૧૯૮૩ વાળા રૃ.૨૨૧૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૨.૩૪ વાળા ૭૧.૬૩ થઈ ૭૧.૮૭ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૨૩૧૬ વાળા ઉંચામાં ૨૩૮૧ થયા પછી નીચામાં ભાવ ૨૧૪૯ થઈ છેલ્લે ૨૨૫૬થી ૨૨૫૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૩૨ વાળા ગગડી ૧૭૨૬થી ૧૭૨૭ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ છેલ્લે ૦.૪૧ ટકા પ્લસમાં ક્વોટ થતા હતા. ચીનની કરન્સી યુઆનના ભાવ ડોલર સામે ઉછળી ૭ ડોલર પાર કરી જતાં ૧૫ મહિનાની ટોચ દેખાઈ હતી. ચીનની સેન્ટ્રલ બેન્ક પોતાની કરન્સીને મજબૂત બનાવવા પ્રયત્નો કરી રહ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ જોવા મળી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here