BUSINESS : સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ

0
66
meetarticle

 મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ઘટયા હતા જ્યારે ચાંદી વધી હતી. સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૦૧૪૫ વાળા રૂ.૧૧૮૭૭૫ થઈ રૂ.૧૧૯૧૪૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૦૬૨૮ વાળા રૂ.૧૧૯૨૫૩ થઈ રૂ.૧૧૯૬૧૯ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૪૬૬૩૩ વાળા રૂ.૧૪૫૬૦૦ થઈ રૂ.૧૪૬૭૮૩ રહ્યા હતા  દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૨૩૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૪૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૦૦  ડોલરની અંદર ઉતરી ૩૯૬૯ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ પણ ઔંશના ૪૮.૧૪ વાળા ઘટી ૪૮.૦૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશ દીઠ ૧૬૦૬ વાળા ઘટી ૧૫૯૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૪૧૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે સોના-ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોના-ચાંદીના ભાવ જીએસટી સાથે ૩ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૬૪.૭ વાળા નીચામાં ૬૪.૨૬ થઈ ૬૪.૪૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ફૂડના ભાવ ૬૦.૪૯ વાળા નીચામાં ૫૯.૮૪ થઈ ૬૦.૦૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધુ પા ટકાનો ઘટાડો કરાયો છે પરંતુ હવે પછી ત્યાં ડિસેમ્બરમાં મળનારી મિટિંગમાંકદાચ વ્યાજના દરમાં વધુ ઘટાડો કરાશે નહિં એવા સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં સોના તથા ડોલરના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી.

વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ૩૯૮૧થી ૩૯૮૨ ડોલર તથા ચાંદીના ભાવ ૪૮.૧૯થી ૪૮.૨૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઓપેક દ્વારા ક્રૂડનું ઉત્પાદન વધારાશે એવી શક્યતા વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી હતી.  જો કે અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ૪૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટ દ્વારા જણાવાતાં  વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ધીમો જોવા મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here