BUSINESS : 2025-26માં ભારતનો જીડીપી 7.4 ટકા રહેવાનો અંદાજ

0
58
meetarticle

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાના દરથી વધવાનોે અંદાજ છે એટલે કે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪ ટકા રહેવાની આશા છે. અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે એપ્રિલ, ૨૦૨૫થી માર્ચ, ૨૦૨૬ દરમિયાન જીડીપી ૭.૪ ટકા રહેશે. આ અંદાજ આરબીઆઇના ૭.૩ ટકાના અંદાજ અને સરકારના અગાઉના ૬.૩ થી ૬.૮ ટકાના અંદાજ કરતા વધારે છે.

ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ ટકા રહ્યો હતો. અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ, વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાનાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.

સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરતા અનેક વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇન્ટેરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ જણાવ્યું હતું કે અમેરિકા-ભારત વેપાર સમજૂતીમાં થઇ રહેલા વિલંબને કારણે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૬ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૬.૨ ટકા રહેવાનો અંદાજ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૪.૫ ટકા હતી. સર્વિસ સેક્ટરમાં ૯.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૭.૨ ટકા હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ સેક્ટરમાં ૩.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે ૨૦૨૪-૨૫માં ૪.૬ ટકા હતી. ઉલ્લેખનીય છે કે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટનો ઉપયોગ કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં થાય છે. કેન્દ્રીય બજેટ ૧ ફેબુ્રઆરીએ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ડોલરમાં ૩.૯૭ ટ્રિલિયન રહેવાનો અંદાજ છે. વર્લ્ડ બેંકના અંદાજ ચીનનો જીડીપી ૨૦૨પમાં ૪.૯ ટકા અને ૨૦૨૬માં ૪.૪ ટકા રહેવાનો અંદાજ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here