BUSINESS : 2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે

0
70
meetarticle

 સ્પોટ ગોલ્ડનો ભાવ ૪૨૨૫ ડોલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. જોકે આગામી સમયમાં આ તેજી યથાવત રહેવાનો અંદાજ એ એન્ડ ઝેડ બેંક દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. 

બેંકના અહેવાલ અનુસાર આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ ૪૪૦૦ ડોલર સુધી પહોંચી શકે છે અને જૂન ૨૦૨૬ સુધીમાં લગભગ ૪૬૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. જોકે આવતા વર્ષના બીજા ભાગમાં ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

આ વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ વધારા પાછળના મુખ્ય કારણો ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, નબળો ડોલર અને યુએસ વ્યાજ દરમાં સંભવિત ઘટાડો છે. જોકે હવે જો યુએસ ફેડરલ રિઝર્વ પોતાનું વલણ કડક કરે અથવા યુએસ અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરે તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. બેંક એ પણ અંદાજ લગાવે છે કે ૨૦૨૬ના મધ્ય સુધીમાં ચાંદીના ભાવ પ્રતિ ઔંસ ૫૭.૫૦ ડોલર સુધી પહોંચી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here