BUSINESS : 25 ફેબ્રુઆરીએ સેમસંગ ગેલેક્સી S26 Ultra લોન્ચ થશે , જાણો દમદાર કેમેરા અને જોરદાર ફીચર્સ વિશે….

0
28
meetarticle

સેમસંગ તેની નવી ગેલેક્સી S26 સીરીઝ લોન્ચ કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ ચર્ચા ફ્લેગશિપ Galaxy S26 Ultraની છે. અહેવાલો મુજબ આ ફોન પ્રીમિયમ ડિઝાઇન, પાવરફુલ સ્નેપડ્રેગન ચિપ અને 200MP કેમેરા સાથે આવી શકે છે. ભારત સહિત વૈશ્વિક બજારોમાં તેનો પ્રવેશ 25 ફેબ્રુઆરીની આસપાસ થવાની શક્યતા છે. લોન્ચ પહેલા જ માર્કેટમાં તેના ફીચર્સ અને કિંમત અંગે ભારે ચર્ચા છે.

ડિસ્પ્લે, પ્રોસેસર અને બેટરી
લીક્સ અનુસાર આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે 6.9-ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. તેની ટોપની બ્રાઇટનેસ 3,000 nits સુધી પહોંચવાની શક્યતા છે. પર્ફોમન્સ માટે તે Qualcomm ના Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત થઇ શકે છે. આ સાથે 16GB સુધીની RAM અને 1TB સુધી સ્ટોરેજ આવશે. તેમાં બેટરી 5000mAh હોવાની શક્યતા છે, જે 60W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

  • કિંમત અને કલર ઓપ્શન  
    Galaxy S26 Ultra સીરીઝનું સૌથી પ્રીમિયમ મોડેલ છે તેથી તેની કિંમત વધુ હોવાની શક્યતા છે. અહેવાલો અનુસાર 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ભારતમાં લગભગ 134,999 રૂપિયા હોઈ શકે છે, જે અગાઉના મોડેલ કરતા થોડી વધારે છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ ફોન ચાર કલરમાં આવી શકે છે: જેમાં બ્લેક, સ્કાય બ્લુ, વ્હાઇટ અને કોબાલ્ટ વાયોલેટનો સમાવેશ થાય છે. જોકે, કંપનીએ હજુ સુધી આની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી.
  • દમદાર 200MP કેમેરા
    Galaxy S26 Ultra ફોટોગ્રાફીની દ્રષ્ટિએ એક મુખ્ય અપગ્રેડ હોવાની ધારણા છે. લીક્સ અનુસાર તેમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ આવી શકે છે. જેમાં 200MP પ્રાઇમરી સેન્સર, 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, 50MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 10MP ટેલિફોટો લેન્સ સામેલ હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 32MP ફ્રન્ટ કેમેરાની શક્યતા છે. એવું મનાય છે કે આ વખતે સેમસંગ ખાસ કરીને ઇમેજ પ્રોસેસિંગ અને ઝૂમ ક્વોલિટી પર ફોક્સ કરી શકે છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here