બેન્ક તરફથી પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ દર એટલે કે MCLRમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેનાથી ઘણા લોકોના લોનના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.દેશમાં માર્કેટવેલ્યુની ગણતરી મુજબ સૌથી મોટી બેન્ક HDFCએ દિવાળી પહેલા તેના ગ્રાહકો માટે મોટો નિર્ણય લીધો છે અને ગ્રાહકોને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી છે. બેન્ક તરફથી કહેવામાં આવ્યું છે તે મુજબ લોનના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સીધી અસર લોન લેનારા લોકોના માસિક EMI પર જોવા મળી શકે છે અને તેમાં ઘટાડો થઈ શકે છે.
પ્રાઈવેટ સેક્ટરની HDFC બેન્ક લગભગ 15 લાખ કરોડ રૂપિયાથી વધારેની માર્કેટવેલ્યુની સાથે દેશની સૌથી મોટી બેન્ક છે. બેન્ક તરફથી પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ દર એટલે કે MCLRમાં ઘટાડાની જાહેરાત કરી છે. તેનાથી ઘણા લોકોના લોનના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે અને લોન લેનારા અલગ અલગ ટેન્યોરવાળાલોકોને મોટી રાહત મળી શકે છે.

તમને જણાવી દઈએ કે બેન્કે પોતાના ટેન્યોર પર પોતાના MCLRમાં 15 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. આ ફેરફાર બાદ હવે HDFC બેન્ક MCLR લોનના સમયના આધાર પર 8.40 ટકાથી 8.65 ટકાની વચ્ચે હશે. આ પહેલા આ દર 8.55 ટકાથી 8.75 ટકાની વચ્ચે હતો. રેટ ચેન્જની વાત કરીએ તો બેન્ક તરફથી તાત્કાલિક MCLR 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરી દેવામાં આવ્યો છે, જ્યારે 1 મહિનાનો રેટ હવે ઘટીને 8.40 ટકા થઈ ગયો છે. અન્ય ટેન્યોરના લોન માટે MCLRમાં ઘટાડો કરતા 3 મહિનાનો રેટ 15 બેસિસ પોઈન્ટ ઓછો કરીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. 6 મહિના અને 1 વર્ષ બંને સમયગાળા માટે MCLRનો દર હવે 10 BPS ઓછો થઈને 8.55 ટકા પર આવી ગયો છે. ત્યારે લોન્ગ ટર્મની વાત કરીએ તો બે વર્ષનો દર 8.60 ટકા અને 3 વર્ષનો દર 8.65 ટકા રાખવામાં આવ્યો છે.
MCLR સીધું લોનના વ્યાજનો દર હોય છે અને તેનાથી જોડાયેલી હોમ લોન અને પર્સનલ લોન લેનારા લોકોને આ સંશોધનની સીધી અસર હોય છે. આમાં કરવામાં આવેલો ઘટાડો સીધો તેમના દર મહિને આવતા EMIમાં ઘટાડો લાવી શકે છે. HDFC બેન્કની હોમ લોનનો વ્યાજદર હાલમાં 7.90 ટકાથી લઈને 13.20 ટકાની વચ્ચે છે, જે લોન લેનારા લોકોની પ્રોફાઈલ અને લોનના પ્રકાર પર નિર્ભર કરે છે.

